Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2017

‘‘યુ.એસ.એન્‍ટ્રીપ્રિનીયર્સ ૨૦૧૭'' સ્‍પર્ધામાં ઇન્‍ડિયન અમેરિકન શ્રી આસિફ રામજી નેશનલ વિજેતાઃ E એન્‍ડ U આયોજીત સ્‍પર્ધામાં ૨૫ રીજીયનમાંથી જોડાયેલા વ્‍યાવસાયિકો પૈકી ફાઇનાન્‍શીઅલ સર્વિસ ક્ષેત્રે શ્રી આસિફને નેશનલ વિજેતા ઘોષિત કરાયા

વોશીંગ્‍ટનઃ ‘‘અર્ન્‍સ્‍ટ એન્‍ડ યંગ'' આયોજીત યુ.એસ. એન્‍ટ્રીપ્રિનીયર્સ ૨૦૧૭માં નેશનલ વિજેતા તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી આસિફ રામજી વિજેતા ઘોષિત થયા છે. તેમને  E અને Y દ્વારા ફાઇનાન્‍શીઅલ સર્વિસ ક્ષેત્રે વિજેતા ગણવામાં આવ્‍યા છે.

સતત ૩૧મા વર્ષે યોજાયેલી આ સ્‍પર્ધામાં દેશના ૨૫ રીજીયનમાંથી વ્‍યાવસાયિકો જોડાયા હતા. જેમાં ૧ ડઝન જેટલા ઇન્‍ડિયન તથા એશિયન અમેરિકન હતા. જે પૈકી ફાઇનાન્‍શીઅલ સર્વિસ ક્ષેત્રે વિજેતા ઘોષિત કરાયેલા શ્રી આસિફ રામજી એટલાન્‍ટા સ્‍થિત પેમેટ્રીકમાં CEO છે.

 

(9:35 pm IST)