Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017


યુ.એસ.ના સિટલે શહેરના ડેપ્‍યુટી મેયર તરીકે ઇન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી શેફાલી રંગનાથનની નિમણુંક

સિપ્‍લેઃ યુ.એસ.માં સિટલે શહેરના ડેપ્‍યુટી મેયર તરીકે ઇન્‍ડિયન અમેરિકન મહિલા ૩૮ વર્ષીય સુશ્રી શેફાલી રંગનાથનની નિમણુંક થઇ છે.

નોનપ્રોફિટ ટ્રાન્‍સપોર્ટેશન ચોઇસ કોલીશનના એકઝીકયુટીવ ડીરેકટર સુશ્રી શેફાલીનો મેયર શ્રી જેન્‍ની ડરકનએ ટ્રાન્‍ઝીશન ટીમમાં સમાવેશ કરી તેમને ડેપ્‍યુટી મેયર તરીકે નિમણુંક આપી છે.

સુશ્રી શેફાલી આ અગાઉ ફોર્ટી અન્‍ડર ફોર્ટી લીસ્‍ટમાં બિઝનેસ લીડર તરીકે સ્‍થાન મેળવી ચૂકયા છે. તેમણે એનવાયરમેન્‍ટલ સાયન્‍સ વિષય સાથે અન્‍ના યુનિવર્સિટીમાં ગોલ્‍ડ મેડલ મેળવેલો છે. તેઓનું મૂળ વતન ચેન્‍નાઇ છે.  

 

(8:44 am IST)