Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

અમેરિકાના અર્કાન્‍સસમાંથી કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવતા શ્રી ચિંતન દેસાઇઃ છેલ્લી ૩ ટર્મથી પ્રથમ ડીસ્‍ટ્રીકટમાંથી ચૂંટાઇ આવતા રિપબ્‍લીકન પ્રતિસ્‍પર્ધીને પરાસ્‍ત કરવાની નેમ

અર્કાન્‍સસઃ યુ.એસ. સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન શિક્ષણવિદ શ્રી ચિંતન દેસાઇએ અર્કાન્‍સસના પ્રથમ ડીસ્‍ટ્રીકટમાંથી કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી છે.

તેઓ KIPP ડેલ્‍ટા ચાર્ટર સ્‍કુલમાં પ્રોજેકટ મેનેજર તરીકે સેવાઓ આપે છે. તથા ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગે છે

તેમજ છેલ્લી ૩ ટર્મથી ચૂંટાઇ આવતા રિપબ્‍લીકન પ્રતિસ્‍પર્ધી રિક ક્રોફોર્ડને પરાસ્‍ત કરવાની નેમ ધરાવે છે. છેલ્લા ૭ વર્ષથી અર્કાન્‍સસમાં સ્‍થાયી થયેલા શ્રી ચિંતન દેસાઇ રોજગારી તથા શિક્ષણ મુદે ચૂંટણી લડવા માંગે છે.

 

(9:24 pm IST)