Gujarati News

Gujarati News

News of Monday, 20th November 2017

ભારતમાં શિક્ષણ, રહેણી કરણી, પબ્‍લીક હેલ્‍થ, ટેકનોલોજી, તથા નેતૃત્‍વ ક્ષેત્રે ભાવિ પેઢીનું ઘડતર કરતી સંસ્‍થા AIF : ᅠ૧૦ નવેં.ના રોજ મેરીલેન્‍ડ મુકામે ભારતના એમ્‍બેસેડર શ્રી નવતેજ સરનાની હાજરીમાં યોજાઇ ગયેલા પ્રોગ્રામમાં ૩ લાખ ડોલર ભેગા થઇ ગયાઃ AIF દ્વારા કિલન્‍ટન ફેલોશીપ પ્રોગ્રામ અંતર્ગત વ્‍યાવસાયિક વોલન્‍ટીયર્સને ૧૦ મહિના માટે ભારત મોકલી સામાજીક તથા આર્થિક ઉત્‍થાન માટે યોગદાન આપવાનો હેતુ

મેરીલેન્‍ડઃ યુ.એસ.માં અમેરિકન ઇન્‍ડિયા ફાઉન્‍ડેશન (AIF)ના ઉપક્રમે કિલન્‍ટન ફેલોશીપ અંતર્ગત ભારતમાં વોલન્‍ટીઅર્સ સર્વિસ પૂરી પાડવા યોજાયેલા પ્રોગ્રામમાં ૩ લાખ ડોલરનું ફંડ ભેગુ થઇ ગયું હતું.

૧૦ નવેં. ૨૦૧૭ના રોજ મેરીલેન્‍ડ ખાતે યોજાયેલા પ્રોગ્રામમાં યુ.એસ. ખાતેના ભારતના રાજદૂત શ્રી નવતેજ સરના સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

આ ફેલોશીપ પ્રોગ્રામ અંતર્ગત ભારતમાં શિક્ષણ, રહેણી, કરણી, પબ્‍લીક હેલ્‍થ, ટેકનોલોજી, સહિતના ક્ષેત્રોમાં AIF દ્વારા ૧૦ મહિના માટે વ્‍યાવસાયિક વોલન્‍ટીઅર્સને ભારત મોકલવામાં આવે છે જેમના થકી ભાવિ પેઢીમાં નેતૃત્‍વના નિર્માણ દ્વારા સામાજીક તેમજ આર્થિક ઉન્‍નનિતો પ્રયાસ કરવામાં આવે છે.

આગામી ૨૦૧૮-૧૯ની સાલ માટે AIF દ્વારા વોલન્‍ટીઅર્સ તરીકે જવા ઇચ્‍છુકો માટે અરજીઓ મંગાવાઇ છે તેવું જાણવા મળે છે.

 

(11:48 pm IST)