Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017


યુ.એસ.માં નોર્ધન કેન્‍ટુકી યુનિવર્સિટીના પ્રેસિડન્‍ટ તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી આશિષ વૈદ્યની નિમણુંક

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં નોર્ધન કેન્‍ટુકી યુનિવર્સિટીની ૬ ઠ્ઠા પ્રેસિડન્‍ટ તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી આશિષ વૈદ્યની નિમણુંક થઇ છે.

હાલમાં મિન્‍નેસોટા સ્‍થિત સેન્‍ટ કલાઉડ સ્‍ટેટ યુનિવર્સિટીના વચગાળાના પ્રેસિડન્‍ટ તરીકે ફરજ બજાવતા શિક્ષણ શાસ્‍ત્રી શ્રી વૈદ્ય ૧ જુલાઇ ૨૦૧૮થી હોદો સંભાવે તેવી શકવતા છે. તેઓ લોસ એન્‍જલસ સ્‍થિત કેલિફોર્નિયા સ્‍ટેટ યુનિવર્સિટીમાં પણ જવાબદારી સંભાળી ચૂકયા છે તેમણે મુંબઇ ખાતેની સેન્‍ટ ઝેવિઅર કોલેજમાંથી બેચલર તતા માસ્‍ટરની ડીગ્રી મેળવેલી છે. તથા U.C.DAVIS માંથી ડોકટેરટની પદવી મેળવેલી છે.

 

(9:49 pm IST)