Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

યુ.એસ.માં ન્‍યુજર્સીના વિન્‍ડસર ટાઉન મેયર તરીકે ચૂંટાઇ આવતા શ્રી હેમંત મરાઠેઃ ૩૦ હજારની વસતિ ધરાવતા વિન્‍ડસર શહેરના સૌપ્રથમ ઇન્‍ડિયન અમેરિકન મેયર બનવાનો વિક્રમ

ન્‍યજર્સીઃ યુ.એસ.ના ન્‍યુજર્સીમાં વેસ્‍ટ વિન્‍ડસર ખાતેના મેયર તરીકે સૌપ્રથમવાર ઇન્‍ડિયન અમેરિકન ઇલેકટ્રીકલ એન્‍જીનીયર શ્રી હેમંત મરાઠે ચૂંટાઇ આવ્‍યા છે. ૩૦ હજારની વસતિ ધરાવતા આ નાના એવા ટાઉનના મેયરપદ માટે ૩ ઉમેદવારો વચ્‍ચેની સ્‍પર્ધામાં ૩૩૨૭ એટલે કે ૪૮ ટકા મત મેળવી તેઓ વિજેતા બન્‍યા છે જયારે અન્‍ય ૨ હરિફો પૈકી ઇન્‍ડિયન અમેરિકન કમલ ખન્‍નાને ૩૧ ટકા તથા ત્રીજા હરિફ યાન મેઇ વોંગને ૨૦ ટકા મતો મળ્‍યા હતા.

આ ટાઉનમાં અડધા ઉપરાંત  એશિઅન અમેરિકન પ્રજાજનો વસે છે જયાં શ્રી મરાઠે છેલ્લા ૧૨ વર્ષથી સ્‍કૂલ બોર્ડમાં વિવિધ હોદાઓ ઉપર ફરજ બજાવી ચૂકયા છે. ૧૯૯૪ની સાલથી તેઓ વિન્‍ડસરમાં સ્‍થાયી થયા છે.

 

(9:48 pm IST)