Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

ઇન્‍ડીયન અમેરીકન શ્રી શિવા ઐયાદુરીએ રીપબ્‍લીકન પાર્ટી સાથેનું જોડાણ રદ કર્યુ. મેસ્‍સેચ્‍યુએટસ સેનેટર પદ માટે સ્‍વતંત્ર માટે સ્‍વતંત્ર પાસે ચુંટણી લડશેઃ હેલ્‍થ, રોજગારી તથા સ્‍વચ્‍છ અને પારદર્શક વહીવટ આપવાનો હેતુ

મેસ્‍સેચ્‍યુએપ્‍સઃ યુ.એસ.માં મેસ્‍સેચ્‍યુએપ્‍સમાંથી સેનેટમાં ઉમેદવારી નોંધાવનાર ઇન્‍ડીયન અમેરીકન શ્રી શિવા ઐયાદુરીએ રિપબ્‍લીકન પાર્ટીના ઉમેદવારને બદલે હવે સ્‍વતંત્ર ઉમેદવાર તરીકે ચુંટણી લડવાનું નક્કી કર્યુ છે. તેવું તેણે મેલબરો મુકામે ૧૧ નર્વે.ના રોજ બોલાવેલી પત્રકાર પરીષદમાં જણાવ્‍યું હતું. જે સમયે તેના અનેક સમર્થકો હાજર રહયા હતા.

આ અગાઉ તેમણે રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર તરીકે ચુંટણીમાં ઝંપલાવ્‍યું હતું. પરંતુ હવે પાર્ટી સાથે છેડો ફાડી નાખી સ્‍વતંત્ર ઉમેદવાર તરીકે ચુંટણી લડશે તેમ જણાવ્‍યું હતું તેઓ હેલ્‍થ રોજગારી સ્‍વચ્‍છ અને પારદર્શક સરકારના અભિયાન સાથે આગળ વધવા માંગે છે તથા રાજકીય પાર્ટીના આગેવાનોની સામસામી ખટપટમાંથી પ્રજાને મુકત કરવાની ખ્‍વાહીશ રાખે છે.

શ્રી શિવા છેલ્લા ૪ દાયકાથી અમેરીકામાં સ્‍થાયી થયા છે તથા તેઓ સિસ્‍ટમ સાયન્‍ટીસ્‍ટ, ઇન્‍વેન્‍ટર અને એન્‍ટ્રી પ્રિનીયરની છાપ ધરાવે છે ચુંટણી ૬ નવે. ર૦૧૮ ના રોજ છે.

 

(10:01 pm IST)