Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

‘‘ઇન્‍ડિયન હેલ્‍થ કેમ્‍પ ઓફ ન્‍યુજર્સી (IHCNJ)'': યુ.એસ.માં એશિયન અમેરિકન પ્રજાજનો માટે આરોગ્‍ય સેવા ક્ષેત્ર કાર્યરત નોનપ્રોફિટ સંસ્‍થાના ઉપક્રમે યોજાઇ ગયેલો ૧૩મો વાર્ષિક હેલ્‍થ કેમ્‍પઃ શ્રી સ્‍વામિનારાયણ મંદિર, સિકોસસ ખાતે ૧૨ નવેં.ના રોજ યોજાયેલ કેમ્‍પનો ૩૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.ના ન્‍યુજર્સીમાં આવેલા સિકોસસ સ્‍થિત શ્રી સ્‍વામિનારાયણ મંદિરમાં ૧૨ નવેં. ૨૦૧૭ રવિવારના રોજ ‘‘ઇન્‍ડિયન હેલ્‍થ કેમ્‍પ ઓફ ન્‍યુજર્સી'' (IHCNJ)ના ઉપક્રમે ૧૩મો વાર્ષિક હેલ્‍થફેર યોજાઇ ગયો.

વિના મૂલ્‍યે નિદાન તથા દર્દો ન થાય તો માટે માર્ગદર્શન આપતા નોનપ્રોફિટ IHCNJ આયોજીત આ કેમ્‍પનો ૩૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. તથા ૫૦ ઉપરાંત મહિલાઓએ મેમોગ્રાફી કરાવી હતી અને ૧૨૫ ઉપરાંત લોકોને ફલુ રસી મુકી આપવામાં આવી હતી.

૪૦ વર્ષથી વધુ વય ધરાવતા વીમો નહી ધરાવતા અથવા ઓછો ધરાવતા દર્દીઓ માટે યોજાયેલા આ હેલ્‍થ કેમ્‍પમાં મેડીકલ, ડેન્‍ટલ તથા મેન્‍ટલ હેલ્‍થને લગતા નિદાન કરી અપાયા હતા. જેમાં ગ્‍લુકોમાં, ડાયાબિટીસ, દાંતના દર્દો, હાઇ પરટેન્‍શન, મહિલાને લગતા દર્દો કેન્‍સર સહિતના નિદાન કરી અપાયા હતા. તથા માર્ગદર્શન આપવામાં આવ્‍યુ હતું. જે માટે ફીઝીશીયન્‍શ, ડેન્‍ટીસ્‍ટસ, મેન્‍ટલ હેલ્‍થ પ્રોવાઇડર્સ, સહિત ઇન્‍ટરનલ મેડિસીન, કાર્ડિયોલોજી, ઓપ્‍થાલ્‍મોલોજી, ફીઝીકલ થેરાપી, તેમજ ફાર્માસીસ્‍ટ સહિતના ક્ષેત્રોના તજજ્ઞ તબીબોએ સેવાઓ આપી હતી. જેમની સાથે EKG ટેકનીશીયન્‍શ, મેડીકલ આસીસ્‍ટન્‍ટસ, મેડીકલ સ્‍ટુડન્‍ટસ, નર્સીસ, તથા વોલન્‍ટીઅર્સ જોડાયા હતા. ઉપરાંત ન્‍યુજર્સી કમિશન ફોર બ્‍લાઇન્‍ડ દ્વારા પણ અંધાયો દૂર કરવા માટે અપાતી સેવાઓનો પણ લાભ આપવામાં આવ્‍યો હતો.

કેમ્‍પમાં સેવાઓ આપવા માટે સ્‍થાનિક હેલ્‍થકેર ઓર્ગેનાઇઝેશન્‍શ, તેમજ કાઉન્‍ટી હેલ્‍થ કિલનિકલ પણ જોડાયા હતા.જેમાં પેશન્‍ટ એજ્‍યુકેશન સબ કમિટીના ચેર પર્સન તથા ફાર્માસીસ્‍ટ શ્રી હિતેશ શાહનો પણ સમાવેશ થતો હતો.

બ્‍લડ ટેસ્‍ટ રિપોર્ટ રિમાર્ક સાથે દર્દીને મોકલી અપાશે. કેમ્‍પને સફળતા પૂર્વક સંપન્‍ન કરાવવા માટે IHCNJ કમિટી મેમ્‍બર્સ, વોલન્‍ટીઅર્સ, સહિતનાઓએ નિસ્‍વાર્થ સેવાઓ આપી હતી. એકયુરેટ ડાયેગ્નોસ્‍ટિક લેબોરેટરીના શ્રીરૂપેન પટેલએ વિના મૂલ્‍યે બ્‍લડ ટેસ્‍ટ કરી આપ્‍યા હતા. સિકોસસ સ્‍વામિનારાયણ મંદિરે પણ જગ્‍યા સહિત તમામ સુવિધાઓ પૂરી પાડી હતી.

આ તકે સિકોસસ મેયર શ્રી માઇક ગોનેલ્લી તથા એશિયન અમેરિકન એન્‍ડ પેસિફીક આઇલેન્‍ડર (AAPI) સાથે જોડાયેલા તથા ન્‍યુજર્સી ગવર્નર શ્રી ફીલ મુર્થીના હાજરી આપી તમામ પ્રકારના સહકારની ખાત્રી આપી IHCNJના સેવા કાર્યને બિરદવ્‍યું હતુ ઉપરાંત સિકોસસ શ્રી સ્‍વામિનારાયણ મંદિરના સંચાલકો તેમજ વોલન્‍ટીયર્સ તેમજ હોદેદારો સહિત તમામને બિરદાવ્‍યા હતા. તમામ લાભાર્થીઓ તથા વોલન્‍ટીયર્સ માટે બ્રેકફાસ્‍ટ તથા લંચની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ૧૯૯૯ની સાલથી કાર્યરત IHCNJ દ્વારા અત્‍યાર સુધીમાં ૧૦ હજાર ઉપરાંત એશિયન અમેરિકનોને આરોગ્‍ય સેવાઓ પૂરી પાડવામાં આવી છે. ન્‍યુજર્સીના પૂરી પાડવામાં આવી છે. ન્‍યુજર્સીના વિહોકન, બ્રિજવોટર, સાઉથબ્રન્‍સવીક તથા સિકોસસમાં ૨૦૧૭ની સાલ દરમિયાન આ વર્ષે હેલ્‍થ કેમ્‍પ યોજાયા હતા. ૨૦૧૮ની સાલમાં ૨૦મા વર્ષમાં પ્રવેશ નિમિતે સમગ્ર વર્ષ દરમિયાન હેલ્‍થ ફેર, સેમિનાર, વોલન્‍ટીયર્સ એપ્રિશિએશન, સહિતના આયોજનો કરાશે.તથા ૧ ડિસેં. ૨૦૧૮ના રોજ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાશે. જે અંગે વિશેષ માહિતિ હવે પછી જાહેર કરાશે તેવું IHCNJ પ્રેસિડન્‍ટ ડો.તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

 

(10:00 pm IST)