Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

અમેરિકાના વર્જીનીઆમાં યોજાયેલી હાઉસ ઓફ ડેલિગેટસની ચૂંટણીમાં ઇન્‍ડિયન અમેરિકન શ્રી સુબ્‍બા કોલાનો પરાજયઃ વિજેતા ડેમોક્રેટ ઉમેદવારને ૧૮૨૧૨ મતો તથા પરાજીત રિપબ્‍લીકન ઉમેદવાર શ્રીસુબ્‍બાને ૧૧૨૩૭ મતો મળ્‍યા

વર્જીનીઆઃ અમેરિકાના વર્જીનીયામાં ૭ નવેં.ના રોજ યોજાયેલી હાઉસ ઓફ ડેલિગેટસની ચૂંટણીમાં ૮૭મા ડીસ્‍ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવનાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી સુબ્‍બા કોલ્લાનો પરાજય થયો છે.

રિપબ્‍લીકન ઉમેદવાર શ્રી સુબ્‍બા માટે વિજયના ઉજ્જવળ સંજોગો હોવાનું વર્તમાનપત્રોના,સર્વેમાં પણ જણાવાયુ હતુ તેઓ ડેમોક્રેટ ઉમેદવાર સામે પરાજીત થયા છે. વિજેતા ડેમોક્રેટને ૧૮૨૧૨ એટલે ૬૨ ટકા મતો મળ્‍યા હતા.

જયારે શ્રીસુબ્‍બાને ૧૧૨૩૭ એટલે કે ૩૯ ટકા જેટલા મતો મળ્‍યા હતા.

ભારતના સામાન્‍ય ખેડુતના પુત્ર શ્રી સુબ્‍બા IIT ખડગપુરના ગ્રેજ્‍યુએટ છે. જેઓ વર્જીનીયામાં નાના પાયે વ્‍યવસાય ચલાવે છે તથા નાના વ્‍યવસાયીઓને પડતી હાલાકી દૂર કરવાની નેમ સાથે તેમણે ચૂંટણીમાં ઝંપલાવ્‍યું હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:59 pm IST)