Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

અમેરિકામાં નોંધાતા હેટ ક્રાઇમમાં ચિંતાજનક વધારોઃ ૨૦૧૬ની સાલમાં હિન્‍દુઓ, શીખઓ, બૌધ ધર્મીઓ, જેવિશ,. મુસ્‍લિમ, સહિતની કોમ્‍યુનીટી ઉપર થયેલા હિંસાત્‍મક હુમલાઓની સંખ્‍યા ૬૧૨૧: ૨૦૧૫ની સાલ કરતા પાંચ ટકાનો વધારોઃ FBI દ્વારા ૧૩ નવેં.ના રોજ જાહેર કરાયેલા અહેવાલનો નિષ્‍કર્ષ

વોશીંગ્‍ટનઃ અમેરિકામાં ૨૦૧૬ની સાલમાં નોંધાયેલા હેટક્રાઇમનો આંકડો ૬૦૦૦ ઉપરાંત થઇ ગયો છે જે ૨૦૧૫ની સાલ કરતા પાંચ ટકા જેટલો વધારે છે તેવું FBI એ ૧૩ નવેં.ના રોજ જારી કરેલા અહેવાલ દ્વારા ફલિત થાય છે.

હેટ ક્રાઇમનો ભોગ બનેલા પ્રજાનોમાં ૧૨ હિન્‍દુઓ ૭ શીખો તથા ૧ બૌધ્‍ધ ધર્મીનો સમાવેશ થાય છે. જુદા જુદા કારણોસર આચરાતા હેટક્રાઇમ અંતર્ગત વર્ણભેદ તથા જાતિ ભેદનો ભોગ બનતા આફ્રિકન અમેરિકન, જેવિશ, મુસ્‍લિમ, હિન્‍દુ, શીખ તથા બૌધ ધર્મીઓનો સમાવેશ થાય છે.જોકે શીખ કોલીશન દ્વારા જણાવાયા મુજબ હેટ ક્રાઇમનો ભોગ બનેલા શીખોની સંખ્‍યા FBI દ્વારા જારી કરાયેલા રિપોર્ટ કરતા વધુ છે.

જો કે તમામ કોમ્‍યુનીટીની અગ્રણીઓના મંતવ્‍યો મુજબ અમેરિકામાં આચરાતી હિંસા પૈકી હેટ ક્રાઇમ તરીકે ઓછા બનાવોની નોંધ થતી હોવાથી જાહેર કરાયેલ ૬૧૨૧ હેટ ક્રાઇમ કરતા વધુ આચરાયા છે.

 

(9:01 am IST)