Gujarati News

Gujarati News

News of Friday, 17th November 2017

અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતી મૂળના ૨૦ વર્ષીય યુવાનની હત્‍યાઃ પ્રોવિઝન સ્‍ટોરમાં નોકરી કરતા વિદ્યાર્થી ધરમપ્રતિ સિંઘ ઉપર ગોળીબાર કરી, લૂંટ ચલાવી નાસી છૂટેલા ૨ આરોપીઓ પૈકી ૧ની ધરપકડ

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના કેલિફોર્નિયામાં ૧૩ નવેં.૨૦૧૭ના રોજ ભારતીય મૂળના ૨૦ વર્ષીય યુવાન ધરમપ્રિત સિંઘની હત્‍યા થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ફ્રેસ્‍નો સ્‍ટેટ યુનિવર્સિટીમાં બીજા વર્ષમાં અભ્‍યાસ કરતો ધરમપ્રિત માદેશ ખાતે પ્રોવિઝન સ્‍ટોરમાં નોકરી કરતો હતો. જયાં રાત્રે લૂંટના ઇરાદે આવેલા ૨ શખ્‍સો તેના ઉપર ગોળીબાર કરી લૂંટ ચલાવી નાસી ગયા હતા. તે બે પૈકીના આરોપી ભારતીય મૂળના ૨૧ વર્ષીય અમરીતરાજ સિંઘ અટવાલની ધરપકડ થઇ છે.જેને જેલમાં ધકેલાયો છે.તથા બીજાની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળે છે.

 

(9:56 pm IST)