Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

ચાઈનીઝ સરકારનો ખ્રિસ્તી સમુદાયને હિટલરી આદેશ : ઘરમાંથી ઈસુ ખ્રિસ્ત અને ક્રોસનો ફોટો હટાવી જિનપિંગનો ફોટો લગાવો : મુસ્લિમો પછી હવે ખ્રિસ્તીઓ ઉપર સકંજો

બેજિંગઃ : ચીનમાં ઉઇગર મુસ્લિમોના માનવ અધિકારોના ભંગ બાદ હવે સરકારે ખ્રિસ્તી સમુદાયને ભરડામાં લેવાની કોશિષ કરી છે.જે મુજબ કરાયેલા હિટલરી ફરમાનમાં તેઓને પોતાના ઘરોમાંથી ઈસુ ખ્રિસ્ત અને ક્રોસનો ફોટો હટાવી લઇ સામ્યવાદી નેતાઓ અથવા પ્રેસિડન્ટ શી જિનપિંગનો ફોટો લગાવવાની સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ચીનમાં 7 કરોડ જેટલા ખ્રિસ્તી નાગરિકો રહે છે.તેઓને સરકારે હવે ટાર્ગેટ બનાવી માનવ અધિકાર છીનવી લેવાની કોશિષ શરૂ કરી દીધી છે.આ અગાઉ તેઓના ચર્ચ બહાર પણ દોરેલા  ધાર્મિક  ચિન્હો દૂર કરી દેવાયા હતા.

(8:34 pm IST)