Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

અમેરિકાની સંસદમાં ચીન વિરુદ્ધ ભારતને સમર્થન આપતો પ્રસ્તાવ પસાર : લડાખ બોર્ડર ઉપર ચીનની ઘૂસણખોરી વિરુદ્ધ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરાએ રજૂ કરેલા પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી


વોશિંગટન :  લડાખ બોર્ડર ઉપર ચીનની ઘૂસણખોરી વિરુદ્ધ  ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરા તથા અન્ય સાંસદ શેબેટે  સંસદમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો.  આ પ્રસ્તાવને અમેરિકન કોંગ્રેસે સર્વાનુમતે બહાલી આપી દીધી છે.
પ્રસ્તાવમાં કહેવાયું છે કે, ચીને ગલવાન ઘાટીમાં આક્રમકતા દેખાડી છે. તેણે કોરોના પર ધ્યાન ખેંચીને ભારતીય વિસ્તારો પર કબજો કરવાનો પ્રયાસ કર્યો છે. ભારત-ચીનની એલએસી, દક્ષિણ ચીન સમુદ્ર અને સેનકાકુ ટાપુ જેવા વિવાદિત ક્ષેત્રોમાં ચીનનો વિસ્તાર અને આક્રમક્તા ઊંડી ચિંતાનો વિષય છે. ચીન દક્ષિણ સમુદ્રમાં ક્ષેત્રીય દાવો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. 13 લાખ ચો.માઈલ દક્ષિણ ચીન સમુદ્રના સમગ્ર વિસ્તારને પોતાનો વિસ્તાર જણાવે છે. ચીન આ વિસ્તારના ટાપુઓ પર સૈનિક થાણા બનાવી રહ્યું છે. જ્યારે આ વિસ્તારો પર બ્રુનેઈ, મલેશિયા, ફિલિપિન્સ, તાઈવાન અને વિયેટનામ પણ દાવો કરે છે.
ઉપરાંત ભારતીય-અમેરિકન રાજા કૃષ્ણમૂર્તિ અને 8 અન્ય સાંસદે પણ ગૃહમાં પ્રસ્તાવ રજુ કર્યો છે. જેમાં કહેવાયું છે કે, ચીન બળપૂર્વક નહીં, રાજકીય રીતે સરહદ પર તણાવ ઘટાડે. પ્રસ્તાવ પર બુધવારે મતદાન થશે. ભારતીય રાજદૂત તરણજિત સિંહ સંધુએ ટ્રમ્પ તંત્રને પત્ર લખીને લદાખ મુદ્દે ચીની અધિકારીઓની ફરિયાદ કરી છે.

(12:40 pm IST)