Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

" નહીં ઘરના નહીં ઘાટના" : કેનેડાનું નાગરિકતા મળ્યું ત્યાં વિમાની સેવાઓ બંધ થઇ ગઈ : વતનની નોકરીમાંથી રાજીનામુ આપી દીધા બાદ કોરોનાએ સંજોગો પલટી નાખ્યા : હવે કેનેડા જવાની રાહ જોઈ રહેલા નાગરિકોની વ્યથા

અમદાવાદ : કેનેડાના વર્ક વિઝા ,સ્ટુડન્ટ વિઝા ,કે નાગરિકત્વ મળતા પોતાનું સ્વપ્ન હવે પૂરું થઇ જવામાં છે તેવું લાગતાં કેનેડા જવાની તૈયારી કરી રહેલા ગુજરાત તથા પંજાબ સહિતના નાગરિકો માટે અચાનક સંજોગો પલટાયા છે.કોરોના વાઇરસ ફાટી નીકળતા કેનેડા કે અન્ય તમામ દેશોમાં જવાની ફ્લાઇટ બંધ થઇ જતા આ નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.તેમણે કેનેડા જવાનું હોવાથી વતનની નોકરીમાંથી પણ રાજીનામુ આપી દીધું હતું.અને હવે કેનેડા જવા  માટે પણ ફ્લાઇટ બંધ છે.તેવા સંજોગોમાં આ નાગરિકોએ કેનેડા ગ્રુપ બનાવી ઉચ્ચ  કક્ષાએ રજૂઆતો કરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:24 am IST)
  • વાપીથી શ્રમિક એક્સપ્રેસ ટ્રેનો રદ્દ થતા દમણમાં આવેલા વરકુંડ વિસ્તારમાં એકત્રિત થયેલા શ્રમિકોને સમજાવવા ગયેલી પોલીસ પર અમુક શ્રમિકોએ કાંકરીચાળો કરતા પોલીસે કર્યો લાઠીચાર્જ access_time 7:56 pm IST

  • ભારતમાં પહેલી વખત કોરોના દર્દીઓનો રિકવરી રેટ ૪૦ ટકાને પાર ગયો access_time 11:20 am IST

  • ટ્રમ્પની ઐતિહાસીક હાર થશે...: વોશિગ્ટનઃ ઓકસફર્ડ યુનિ.ના અર્થશાસ્ત્રીઓએ એક નવા ઇલેકશન મોડલ દ્વારા ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું છે કે કોરોના વાયરસનું સંકટ, ખરાબ અર્થવ્યવસ્થા, વધતી બેરોજગારીના પગલે નવેમ્બરમાં અમેરીકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ભૂંડી રીતે હારી જશે. તેમને માત્ર ૩૫ ટકા પોપ્યુલર મતો મળશે. કોરોના પૂર્વે ટ્રમ્પને ૫૫ ટકા મતો મળવાની ભવિષ્યવાણી થઇ હતી. ૧૯૪૮થી આ મોડલના આધારે સચોટ ભવિષ્યવાણી થઇ રહી છે. access_time 11:27 am IST