Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

તેલંગણમાં છે જબરો ટ્રમ્પભકત બનાવ્યું છે મંદિર અને રોજ કરે છે પૂજા

આવતા અઠવાડિયે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવવાના છે ત્યારે ટ્રમ્પસાહેબ જબરા ચર્ચામાં છે. ટ્રમ્પને ધિક્કારનારા લોકોનો કોઈ તોટો નથી, પણ તેના ચાહકો અને ભગવાનની જેમ પૂજનારા પણ અનેક છે. આપણા જ ભારતના તેલંગણ રાજયમાં હૈદરાબાદ શહેરથી ૧૨૦ કિલોમીટર દૂર આવેલા જન્ગાવમાં બુસ્સા ક્રિષ્ણા નામના ૩૩ વર્ષના ખેડૂતે પોતાના ઘરમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સ્ટેચ્યૂ મૂકયું છે. આ સ્ટેચ્યૂને ભાઈ સાહેબ મંદિરની જેમ ટ્રીટ કરે છે. ખેડૂતભાઈ એટલા જબરા ટ્રમ્પભકત છે કે ફૂલોની માળા ચડાવવા ઉપરાંત ભોગ ધરાવીને ચરણ સ્પર્શ પણ કરે છે અને વહાલભરી પપ્પી પણ આપે છે.

(12:29 pm IST)