Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

હેરોઇન, કોકેન, સહિતના નશીલા પદાર્થો અમેરિકા સહિતના દેશોમાં ઘુસાડવાનું ષડયંત્ર ઝડપાયું: UAE સ્થિત ભારતીય મૂળના જસમીત હકીમઝાદા તથા તેના માતા-પિતા ઉપર ડ્રગ ટ્રાફિકીંગ અને મની લોન્ડરીંગનો આરોપ

વોશીંગ્ટનઃ હેરોઇન,કોકેન,સહિતના નશીલા પદાર્થો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ તથા યુ.કે.માં ઘુસાડવાનું નેટવર્ક ધરાવતા UAE સ્થિત ભારતીય મૂળના જસમીત હકીમઝાદા તથા તેના માતા-પિતા ઉપર અમેરિકાના ટ્રેઝરી ડીપાર્ટમેન્ટએ પ્રતિબંધ લગાવી દીધો છે. તેઓ મેઇવાન્ડ જનરલ ટ્રેડીંગ કંપનીના નામથી ઉપરોકત દેશોમાં માલ મોકલવાનું ષડયંત્ર ચલાવતા હતા. આરોપી જસમીત ૨૦૦૮ની સાલથી ડ્રગ ટ્રાફિકીંગ તથા મની લોન્ડરીંગ નેટવર્ક ચલાવતો હતો તેવો યુ.એસ.ના ટેરીઝમ એન્ડ ફાઇનાન્સીઅલ ઇન્ટેલીજન્સનો આરોપ છે.

(8:21 pm IST)