Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

અમેરિકાના ટેક્સાસમાં શીખ કોમ્યુનીટીનું પ્રશંસનીય કૃત્ય : શટડાઉનને કારણે પગારથી વંચિત સરકારી કર્મચારીઓ માટે વિનામૂલ્યે રસોડું ચાલુ કર્યું

ટેક્સાસ : અમેરિકામાં ચોથા સપ્તાહમાં પ્રવેશી ચૂકેલા શટડાઉનને કારણે 8 લાખ જેટલા સરકારી કર્મચારીઓ પગારથી વંચિત છે.તેમના માટે ટેક્સાસના સાન એન્ટોનીઓ મુકામે શીખ કોમ્યુનિટી દ્વારા વિનામૂલ્યે રસોડું ચાલુ કરાયું છે.

ઉલ્લેખનીય છે કે મેક્સિકો બોર્ડર ઉપરથી આવતા ગેરકાયદે વિદેશીઓને રોકવા માટે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ 5.7 બિલિયન  ડોલરનું બજેટ સેનેટ સમક્ષ મૂક્યું છે.જે મંજુર નહીં થતા ઉપરોક્ત પરિસ્થિતિ સર્જાઈ છે.

(12:22 pm IST)