Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

" વિઝા ફ્રોડ : યુ.એસ.માં એચ-1બી વિઝા ફ્રોડ આચરવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન આશિષ સોહનીની ધરપકડ : 21 મિલિયન ડોલરની છેતરપિંડીનો આરોપ

પુણે :  યુ.એસ.માં એચ-1બી વિઝા ફ્રોડ આચરવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન આશિષ સોહનીની ધરપકડ થઇ છે.તેના ઉપર 21 મિલિયન ડોલરની છેતરપિંડીનો આરોપ લગાવાયો છે.
કોર્ટના જણાવ્યા અનુસાર, સોહનીએ ચાર કંપનીઓનો ઉપયોગ એચ -1 બી  વર્ક વિઝા  અરજીઓ સબમિટ કરવા માટે કર્યો હતો. આરોપમાં કહેવામાં આવ્યું છે કે આ કંપનીઓ દ્વારા 21 મિલિયન ડોલરનો કુલ નફો થયો છે . અરજીઓમાં નામ આપેલ વિદેશી કામદારો ચોક્કસ નોકરી પૂરી કરશે, તેમ જણાવાયું હતું પરંતુ  હકીકતમાં, અરજી ફાઇલિંગ કરતી વખતે આવી કોઈ નોકરી અસ્તિત્વમાં નહોતી.
 તેના ઉપર જુદા જુદા છ આરોપ લગાવાયા છે.તથા સોહનીને વેલ્યુ કન્સલ્ટિંગ, વેલ્યુસ સોફ્ટવેર  પ્રોડક્ટ્સ (વેલ્યુ કન્સલ્ટિંગ ), બિઝનેસ પોઇંટર્સ અને ઇ-ટ્રેન ઇઆરપી માટેના નિયામક અથવા નોંધાયેલા એજન્ટ તરીકે ઓળખવામાં આવેલ  છે .
જો તેના ઉપરના આરોપો પુરવાર થશે તો તેને વધુમાં વધુ 10 વર્ષની જેલસજા થઇ શકે છે.

(8:31 pm IST)