Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

આખી દુનિયાને મોતના મુખમાં ધકેલી દઈ હવે ચીન પોતે કોરોના મુક્ત થઇ ગયું : રાજધાની બેજિંગમાં લોકોને માસ્ક પહેરવા સહિતના નિયમોથી મુક્ત કર્યા : હેલ્થ ડિપાર્ટમેન્ટે નવી ગાઇડલાઇન જાહેર કરી

બેજિંગઃ : આખી દુનિયાને મોતના મુખમાં ધકેલી દઈ હવે ચીન પોતે કોરોના મુક્ત થઇ ગયું છે.નવા કેસ નોંધાતા બંધ થઇ ગયા છે.તેથી હવે હેલ્થ ડિપાર્ટમેન્ટે કરેલી નવી ઘોષણા મુજબ બેજિંગમાં  લોકોએ ઘરની બહાર નીકળતી વખતે હવે માસ્ક પહેરવાની જરૂર નથી.ઉપરાંત અન્ય કોરોના વાઇરસને લગતા નિયમોમાં પણ છૂટછાટ મૂકી છે.
જોકે સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડવા છતાં બેજિંગમાં લોકો માસ્ક પહેરીને બહાર નીકળતા જોવા મળ્યા હતા.તેમના મતે માસ્ક સલામતી બક્ષે છે.તેમજ સામાજિક સબંધો પણ અમુક અંશે માસ્ક પહેરવા મજબુર કરે છે.

(12:54 pm IST)