Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

નહાવાના ટુવાલ ઉપર ગણેશજીનો ફોટો : અમેરિકાની જાયન્ટ Wayfair (વેફેર ) કંપનીએ ઓનલાઇન વેચાણ માટે મુકેલા ટુવાલ ઉપર ગણેશજીનો ફોટો મુક્યો : હિન્દુઓનો રોષ ભભૂકી ઉઠતા એક જ કલાકમાં પ્રોડક્ટ પાછી ખેંચી માફી માંગી

બોસ્ટન :  અમેરિકાની  જાયન્ટ Wayfair (વેફેર ) કંપનીએ ઓનલાઇન વેચાણ માટે મુકેલા ટુવાલ ઉપર ગણેશજીનો ફોટો મુકતા હિન્દુઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. બીચમાં નહાતી વખતે ઉપયોગમાં લેવાતા આ ટુવાલની ઉત્પાદક ઇન્ડિયન અમેરિકન કો-ફાઉન્ડેડ  કંપનીએ સમય પારખી એક જ કલાકમાં પ્રોડક્ટ પાછી ખેંચી લઇ માફી માંગી લીધી છે.
આથી યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઝમના પ્રેસિડન્ટ શ્રી રાજન ઝેડએ કંપનીના સંચાલકોનો આભાર માન્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:17 pm IST)