Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

યુ.કે.સ્થિત ભારતીય મૂળના ડો.રવિ સોલંકીનું બહુમાન : કોવિદ-19 ના હાહાકાર વચ્ચે સેવાઓ આપવા બદલ યુ.કે.એન્જીનીઅરીંગ એવોર્ડ એનાયત

લંડન : યુ.કે.સ્થિત ભારતીય મૂળના ડો.રવિ સોલંકીને કોવિદ-19 ના હાહાકાર વચ્ચે સેવાઓ આપવા બદલ યુ.કે.એન્જીનીઅરીંગ એવોર્ડ આપી બહુમાન કરાયું છે.
યુકેમાં કોરોના સામે લડવા માટે કાર્યરત ટીમમાં તેઓ જોડાયેલા છે. જેમણે એક વેબસાઈટ બનાવી છે. જે  (National Health Service) રાષ્ટ્રીય આરોગ્ય સેવાના ચેરિટી હીરોઝ માટે છે.તેના મારફતે લોકો હવે સીધા એનએચએસ વર્ક્સને મદદ કરી શકે છે. તેમણે ક્રાઉડફંડિંગનો વિકલ્પ પણ ઉમેર્યો છે. એટલે સુધી કે ચેરિટી મારફતે ડોનેશન પણ રેજ કરી શકાય છે.
તેમણે આ પ્લેટફોર્મ ખૂબ ટૂંકા સમયમાં બનાવ્યું છે. તેમના આ પ્લેટફોર્મ દ્વારા ભંડોળ આપી શકાય છે, કાઉન્સલિંગ પણ લઈ શકાય છે, ચાઇલ્ડકેર સપોર્ટ અને પીપીઈ પણ ઓછા ભાવે ખરીદી શકાય છે. આ બધું ત્યાં એનએચએસ.ના વર્કસ કર્મચારીઓ માટે છે.
બે દિવસથી ઓછા સમયમાં સોલંકીની ટીમે આ વેબસાઇટ દ્વારા એનએચએસ વર્કસની ઘણી મોટી મદદ કરી છે. તેમણે 543,000 વસ્તુઓ તેમના સુધી પહોંચાડી છે, જેની તેમની ખરેખર જરૂરત હતી. રોયલ એકેડેમીએ પણ રવિ અને રેમન્ડના આ યોગદાનની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, આટલું જલ્દી ડોનેશન અને એનએચએસ વર્કસને લોકોની મદદની જરૂરિયાત વિશે વિચારવું તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. ભારતીય મૂળના રવિએ વિદેશમાં નામ રોશન કર્યું છે.

(6:11 pm IST)