Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

" કમલા હેરિસને વિજયી બનાવજો " : ભારતના તામિલનાડુના વતની સુશ્રી કમલા હેરિસ અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે વિજયી બને તે માટે રામેશ્વર મંદિરમાં પ્રાર્થના

તામિલનાડુ : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર ભારતીય મૂળના મહિલાનો જન્મ અમેરિકામાં થયો હતો.તેમના માતા ભારતના તામિલનાડુના વતની હતા તેથી તેઓ બાળપણમાં ભારતમાં આવેલા  પોતાના નાનાને ઘેર આવતા હતા.આ ગામના લોકોએ અત્યારથી જ કમલા હેરિસ વિજયી બને તે માટે પોસ્ટર લગાવ્યા છે એટલું જ નહીં દેશના બાર જ્યોતિર્લિંગ માંહેના એક રામેશ્વર મહાદેવ ખાતે કમલા વિજયી બને તે માટે પ્રાર્થના પણ કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:47 pm IST)