Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ચીનના પ્રેસિડન્ટ જિનપિંગનો તેના દેશમાં જ થઇ રહેલો વિરોધ : પાર્ટી અને દેશને બરબાદ કરવાનો આરોપ

બેજિંગઃ : ચીનના પ્રેસિડન્ટ જિનપિંગનો તેના દેશમાં જ  વિરોધ શરૂ થઇ ગયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તેના ઉપર પાર્ટી અને દેશને બરબાદ કરવાનો આરોપ થવા લાગ્યો છે.
ચીનની પ્રસિદ્ધ સેન્ટ્રલ પાર્ટી સ્કૂલની પૂર્વ પ્રોફેસર અને ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની નેતા કાઈ શિયાએ તેના ઉપર આરોપ લગાવતા કહ્યું છે કે જિનપિંગ માફિયા બોસ બનવાની કોશિષ કરી રહ્યા છે.તેમણે જિનપિંગની કરેલી  ટીકાનો ઓડીઓ વાઇરલ થતા તેઓને પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે.
છેલ્લા એક વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલી આ મહિલાએ જણાવ્યા મુજબ જિનપિંગે આખી દુનિયાને દુશમન બનાવી દીધી છે.તે સ્થાનિક પ્રશ્નોથી લોકોનું ધ્યાન બીજે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ મહિલાએ વિશ્વમાં કોરોના વાઇરસના ફેલાવા માટે પણ જિનપિંગના નેતૃત્વ સાથે ચીનને જવાબદાર ગણાવ્યું છે.

(8:56 pm IST)