Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

અમેરિકામાં વસતા ભારતીય મૂળના બાળકોને હિન્દી ભાષા શીખવવાનું અભિયાન : ઇન્ડિયન અમેરિકન લેખિકા સુશ્રી રીના ભણસાલીએ જ્ઞાન સાથે ગમ્મત આપતું અને હિન્દી ભાષા શીખવતું ત્રીજું પુસ્તક પ્રસિદ્ધ કર્યું

વોશિંગટન : અમેરિકામાં વસતા ભારતીય મૂળના બાળકોને હિન્દી ભાષા શીખવવા માટે કટિબધ્ધ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી રીના ભણસાલીએ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપતું અને હિન્દી શીખવતું ત્રીજું પુસ્તક પ્રસિદ્ધ કર્યું  છે.
આ અગાઉ પ્રસિદ્ધ કરેલા બે પુસ્તકોમાં તેણે ' માય ફર્સ્ટ હિન્દી વર્ડ્સ ' વિષે જાણકારી આપી હતી.હવે પ્રસિદ્ધ કરેલા ત્રીજા પુસ્તકમાં તેણે વિરોધાભાસી શબ્દો જેવા કે હોટ-કોલ્ડ જેવી સમજણ આપી છે.તેની ઈચ્છા સમગ્ર જગતના બાળકોને હિન્દી ભાષાથી જ્ઞાત કરવાની છે.
સુશ્રી રિના લિખિત આ પુસ્તક એમેઝોન દ્વારા મેળવી શકાય છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:44 pm IST)