Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

કોરોનાએ ચૂંટણી પ્રચારની જૂની પદ્ધતિ બંધ કરવા રાજકીય પક્ષોને મજબુર કર્યા : વ્યક્તિગત સંપર્ક ,રેલી ,જાહેર સભા ,સહિતના આયોજનોનું સ્થાન સોશિઅલ મીડિયાએ લીધું : અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના પ્રચાર માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડન રેડીઓ, ટી.વી., વેબસાઈટ, યુટ્યુબ જેવા સોશિઅલ મીડિયાના માધ્યમ દ્વારા કરોડો રૂપિયા ખર્ચી રહ્યા હોવાનો અહેવાલ

વોશિંગટન : સમગ્ર વિશ્વમાં વધી રહેલા કોરોના વાઇરસના કહેરને કારણે લોકો માટે ઘર કે ઓફિસ બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.તેવા સંજોગોમાં ચૂંટણી પ્રચાર માટે વ્યક્તિગત સંપર્ક ,રેલી ,જાહેર સભા ,જેવી બાબતો ભૂતકાળ બની ગઈ છે.જેનું સ્થાન સોશિઅલ મીડિયાએ લીધું છે.

આગામી નવેમ્બર માસમાં અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદ માટેની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર તથા વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન રેડીઓ ,ટી.વી. વેબસાઈટ ,યુટ્યુબ ,જેવા સોશિઅલ મીડિયાના માધ્યમથી ચૂંટણી પ્રચાર માટે કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે.

ચાલુ વર્ષે ડેમોક્રેટિક પાર્ટીનું નેશનલ કન્વેન્શન એપ્રિલમાં યોજાવાનું હતું, જેને લંબાવીને જુલાઈ અને પછી 17 ઓગસ્ટ કરવું પડ્યું છે. ટ્રમ્પને પણ ફ્લોરિડામાં કન્વેન્શન રદ્દ કરવું પડ્યું છે. તે ચારલોટના કન્વેન્શનમાં પણ સામેલ નહીં થાય. આટલું જ નહીં ટ્રમ્પ વોશિંગટન ડીસીના એન્ડ્ર્યુ મેલન ઓડિટોરિયમમાં નોમિનેશન સ્વીકારશે, પરંતુ ભાષણ વ્હાઈટ હાઉસમાંથી આપશે. ચારલોટ કન્વેન્શનમાં 400 પાર્ટી ડેલિગેટ્સ ભાગ લેશે.એડ ટ્રેકિંગ ફર્મ એડવર્ટાઈઝિંગ એનાલિટિક્સ અનુસાર, બાઈડેને 8 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી પ્રચાર પાછળ રૂ.111 કરોડ અને ટ્રમ્પે 53 કરોડ ખર્ચ્યા છે. બંને પાર્ટીઓ આ વખતે ચૂંટણી પ્રચાર કાર્યકર્તાઓની અછતનો પણ સામનો કરી રહી છે. અનેક કાર્યકર્તાઓએ વોટિંગના દિવસે કામ કરવાનો પણ ઈનકાર કરી દીધો છે. એકલા મેરીલેન્ડ રાજ્યમાં જ 14 હજાર કાર્યકર્તાઓની ઘટ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:04 pm IST)