Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

અમેરિકામાં આજ સોમવારથી ડેમોક્રેટ પાર્ટીનું ચાર દિવસીય વર્ચ્યુઅલ રાષ્ટ્રીય અધિવેશન શરૂ : જો બિડનને પ્રેસિડન્ટ પદ માટે તથા સુશ્રી કમલા હેરિસને વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તરીકે માન્યતા અપાશે

વિસ્કોસીન : અમેરિકામાં આજ સોમવારથી ડેમોક્રેટ પાર્ટીનું ચાર દિવસીય વર્ચ્યુઅલ રાષ્ટ્રીય અધિવેશન શરૂ થયું છે.જેમાં જો બિડનને પ્રેસિડન્ટ પદ માટે તથા સુશ્રી કમલા હેરિસને વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તરીકે માન્યતા અપાશે .
આ વર્ચ્યુઅલ અધિવેશનમાં ડેમોક્રેટિક અગ્રણીઓ પ્રેસિડન્ટ પદના પૂર્વ ઉમેદવાર  બર્ની સેન્ડર્સ ,અમેરિકાના પૂર્વ પ્રથમ મહિલા મિચેલ ઓબામા ,ઓહિયોના પૂર્વ ગવર્નર તથા 2016 ની સાલના ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડન્ટ પદ માટેના પ્રતિસ્પર્ધી જ્હોન કેશિચ,સહિતના અગ્રણીઓ તેમજ દેશવ્યાપી ડેમોક્રેટ અનુયાયીઓ વર્ચ્યુઅલ કોન્ફરન્સથી જોડાશે . ડેમોક્રેટ અગ્રણીઓના ઉદ્દબોદનો આ 4 દિવસીય અધિવેશન દરમિયાન રાખવામાં આવ્યા છે.
પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડનનું ઉદબોધન ગુરુવારે યોજાશે.

(6:44 pm IST)