Gujarati News

Gujarati News

News of Monday, 17th August 2020

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર સુશ્રી કમલા હેરિસનો ચૂંટણી પ્રચાર હવે વેગ પકડશે : મીડિયા કન્વીનર તરીકે ઇન્ડિયન અમરિકન મહિલા સુશ્રી સબરીના સિંઘની નિમણુંક કરી

વોશિંગટન : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર સુશ્રી કમલા હેરિસે પોતાના ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે ઇન્ડિયન અમરિકન મહિલા સુશ્રી સબરીના સિંઘની  મીડિયા કન્વીનર તરીકે  નિમણુંક કરી છે.
32 વર્ષીય શ્રી સિંઘ આ અગાઉ બે ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો - ન્યૂ જર્સીના સેનેટર કોરી બુકર અને ન્યૂયોર્કના ભૂતપૂર્વ મેયર માઇક બ્લુમબર્ગના પ્રેસ સચિવ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
આ અંગે પ્રતિભાવ આપતા સુશ્રી સિંઘે જણાવ્યું હતું કે મને સુશ્રી કમલાના મીડિયા કન્વીનર તરીકે નિમણુંક મળવા બદલ હું ખુબ ખુશ છું.
ઉલ્લેખનીય છે કે પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બીડને ગયા સપ્તાહમાં પોતાના સહાયક તરીકે એટલેકે વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર સુશ્રી કમલા હેરિસની પસંદગી કરી છે.

(12:33 pm IST)