Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

ભારતીય મુળના યુવકે યુએસબી ડ્રાઇવથી લાખોના કોમ્પ્યુટર નષ્ટ કર્યાઃ ૧૦ વર્ષની કેદની સજા

ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યુયોર્કમાં ભારતીય મૂળના એક યુવકે યુએસબી દ્વારા ૫૯ કોમ્પ્યુટર્સને નષ્ટ કરી દીધા. દોષિત ૨૭ વર્ષના યુવક વિશ્વનાથ અકુથોટા પર આરોપ છે કે એણે અંદાજે રૂા.૩૫,૪૬,૭૦૦ના ઉપકરણને નુકસાન પહોંચાડ્યું. આ સાથે કર્મચારીઓના કામના કલાકો તેમ જ હાર્ડવેરના થઇને અન્ય રૂા. ૫,૧૦,૯૦૦ નું નુકસાન કર્યુ. ગુનાની કબુલાત સાથે આ યુવકે પૈસાની ભરપાઇ કરવાની પણ બાંહેધરી આપી. એમ છતાં એને ૧૦ વર્ષની કેદની સજા થઇ.

ઝેડડીનેટ.. દ્વારા સૌથી પહેલાં આ રિપોર્ટ કરવામાં આવ્યો હતો., અદાલતી દસ્તાવેજોના આધારે ધ્યાન પર આવ્યું કે આ ઘટના ૧૪જ્રાક ફેબ્રુઆરીના રોજ બની હતી. કોમ્પ્યુટર્સને નષ્ટ કરતી વેળાએ આ શખ્સે ફિલ્માંકન કર્યું હતુ. વિડીયો રેકોર્ડિંગમાં આરોપીએ કહ્યુઃ હું આ માણસને મારવા જઇ રહ્યો છું.આ પ્રકારનો વાર્તાલાપ અને ઘટનાનું શું કારણ હતુ એ હજી સુધી જાણવા મળ્યું નથી.

આ થમ્બ યુએસબી કિલર એકદમ આસાનીથી ઓનલાઇન પર મળી જાય છે, અને એ કેટલીક લીગલ બાબતોમાં પણ વપરાય છે. આખીય પ્રક્રિયા ૫૯ કોમ્પ્યુટર્સ પર યુએસબી દ્વારા કરવામાં આવી એમ અકુથોટાએ જણાવ્યું હતું. નષ્ટ પામેલી સિસ્ટમ્સ, ઇકિવપમેન્ટ્સ એટલે કે તમામ સામગ્રી સેન્ટ. રોઝ કોલેજ. ન્યૂયોર્કની હતી.

આ વિચિત્ર પ્રકારની ગુનાઇત પ્રવૃત્ત્િ। બદલ અકુથોટાને ૧૦ વર્ષની કેદ તેમજ રૂા. ૧૭,૩૪૯,૧૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

(11:43 am IST)
  • ફરીવાર સાધ્વી પ્રજ્ઞા વિવાદી નિવેદનમાં ફસાયા ;કહ્યું અયોધ્યામાં મેં ઉપર ચડીને તોડ્યો હતો વિવાદી ઢાંચો ;ચૂંટણી આયોગે ફટકારી નોટિસ :24 કલાકમાં માંગ્યો જવાબ :આતંકવાદી હુમલામાં શહીદ થયેલ મહારાષ્ટ્ર પોલીસના વરિષ્ઠ અધિકારી હેમંત કરકરે અંગે આપેલ વિવાદી નિવેદન બાદ ભોપાલ સંસદીય સીટના ભાજપના ઉમેદવાર સાધ્વીએ વધુ એક વિવાદી નિવેદન આપ્યું છે access_time 11:33 pm IST

  • ચૂંટણી પંચ આકરા પાણીએ : વડાપ્રધાન મોદી પર બનેલી ફિલ્મ પર રોક લગાવ્યા બાદ, હવે PM પર બનેલી વેબ સિરીઝ ' મોદી - જર્ની ઓફ આ કોમન મેન ' પર પણ રોક લગાવી : ઇરોઝ કમ્પની દ્વારા બનાવાયેલ આ વેબ સિરિઝના પાંચેય ભાગ ઈન્ટરનેટ પરથી દૂર કરવા કર્યો આદેશ. access_time 5:15 pm IST

  • કોંગ્રેસ, હાર્દિક પટેલને નજીકના ભવિષ્યમાંજ રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના પ્રમુખ બનાવી રહી હોવાની જોરશોરથી ચાલી રહેલી ચર્ચા : જો આ શક્ય થશે તો હાર્દિકનું રાજકીય કદ બહુ મોટું થઈ જશે : સંભવતઃ એકાદ બે દિવસમાજ કોંગ્રેસ આ જાહેરાત કરે તેવી સેવાય રહી છે સંભાવના access_time 10:59 pm IST