Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

યુ.એસ.માં ટ્રુમેન સ્‍કોલરશીપ માટે ૬ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસની પસંદગીઃ સમગ્ર યુ.એસ.ની પર કોલેજોના ૫૯ ગૃપોમાંથી પસંદ કરાયેલા ૭૫૬ સ્‍કોલર્સમાં સ્‍થાન મેળવ્‍યું

વોશીંગ્‍ટનઃ યુ.એસ.માં હેરી એસ ટ્રુમેન સ્‍કોલરશીપ ફાઉન્‍ડેશન દ્વારા ૨૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા અન્‍ડરગ્રેજ્‍યુએટસ સ્‍કોલર્સમાં ૬ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસએ સ્‍થાન મેળવ્‍યું છે.

સમગ્ર યુ.એસ.ની બાવન કોલેજો તથા યુનિવર્સિટીઓના ૫૯ ગૃપમાંથી પસંદ કરાયેલા ૭૫૬ સ્‍કોલર્સમાં સ્‍થાન મેળવનાર ૬ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસમા અક્ષયા ચિટ્ટીબાબુ, સનાહ જીવાણી, કુશલ કાડકિઆ, સિરીને સિંઘ, શ્રાવ્‍યા ટાડેપલ્લી, તથા અમન મદનનો સમાવેશ થાય છે જેઓને એકેડેમિક તેમજ પબ્‍લીક સર્વિસ લીડરશીપ ક્ષેત્રે પ્રોત્‍સાહિત કરવા માટે સ્‍કોલરશીપ આપવા પસંદ કરાયા છે.

(9:27 pm IST)