-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Tuesday, 17th April 2018
અમેરિકાના ઇન્ડિયાનામાં આવેલા શીખ ગુરૂદ્વારામાં બબાલઃ હોદેદારોની ચૂંટણી સમયે થયેલી આપસી બોલાચાલી મારામારીમાં પરિણમીઃ ઇજા પામેલા ૪ સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરાયાઃ પોલીસ તપાસ ચાલુ
ઇન્ડિયાનાઃ યુ.એસ.માં ઇન્ડિયાના સ્ટેટના ઇન્ડિયાનાપોલિસ શહેરમાં આવેલા શીખ ગુરૂદ્વારામાં ગત રવિવારે હોદેદારોની ચૂંટણી સમયે ૧૫૦ જેટલા મેમ્બર્સ વચ્ચે આપસી બોલાચાલી અને મારામારી થતા ૪ સભ્યોને સામાન્ય ઇજા થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગુરૂદ્વારાના હોદેદારો પૈકી દર બે વર્ષે થતી ૩ હોદેદારોની નિવૃતિ અને ચૂંટણી પ્રસંગે અનુયાયીઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. જે મારામારીમાં પરિણમી હતી. જેના કારણે ૪ સભ્યોને સામાન્ય ઇજાઓ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે જયાંથી રજા મળ્યે તેમની સાથે પોલીસ ડીપાર્ટમેન્ટ વાતચીત કરશે. ગુરૂદ્વારામાં થયેલી આ બબાલનો વીડીયો પોલીસ દ્વારા જાપ્તા હેઠળ જોવાઇ રહ્યો છે તથા શું બન્યુ તેની હકીકતો મેળવાઇ રહી છે.
(9:31 pm IST)