Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ઇન્‍ડિયન સીનીયર્સ ઓફ શિકાગો દ્વારા ૧૦ માર્ચ ર૦૧૮ના રોજ ભારતીય તહેવારો ઉજવાયા : હોળી, ધૂળેટી, હનુમાન જયંતિ, રામનવમી, સભ્‍યોના બર્થ ડે તથા મનોરંજન કાર્યક્રમ અને સ્‍વાદિષ્‍ટ લંચથી સિનીયરો ખુશખુશાલ

શિકાગો :  ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોની માસિક સામાન્ય સભા શનિવાર તારીખ 10, માર્ચ,૨૦૧ના રોજ માનવ સેવા મંદિરમાં ૧૧:3 વાગે મળી હતી.જેમાં આશરે 205 જેટલા સભ્યોએ હાજરી આપી હતી.કાર્યક્રમની શરૂઆત કારોબારી સમિતિના સભ્ય શ્રી ભુપેન્દ્ર સુથાર, શ્રીમતી  હેમા શાસ્ત્રી, શ્રીમતી ગીતા સુથાર, શ્રીમતી નલિની શાહ અને શ્રીમતી નિહારિકા દેસાઈ દ્વારા પ્રાર્થના તથા હનુમાન ચાલીસાથી  કરવામાં આવી હતી અને બધા ભાઈ-બહેનોએ ગાવામાં સાથ પુરાવ્યો હતો. તે પછી શ્રીમતી રોહિણીબેન દેખતાવાળાએ  સુંદર ભજન ગાયુ હતુ. તે પછી શ્રી સીવી દેસાઈએ ફેબ્રુઆરી માસનો આવક જાવકનો હિસાબ રજુ કર્યો હતો અને ડોનેશન આપનાર ભાઈ બહેનોના નામ જાહેર કર્યા હતા. સાથે એકલ વિદ્યાલયના કાર્યક્રમની તથા બીજી કેટલીક જાહેરાતો પણ કરી હતી.આજના કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ભુપેન્દ્રભાઈ સુથારે કર્યું હતું.

શ્રી મનુભાઈ શાહે શ્રી હનુમાનજી મહારાજના જન્મ અંગેની પૌરાણિક કથા વર્ણવી હતી અને જણાવ્યું હતું કે કેસરી અને અંજની ના પુત્ર હનુમાનજી શિવનો અગિયારમો અવતાર હતા. શ્રી હનુમાનજીના ગુણો અને કર્મો વિષે તેમણે સુંદર  માહિતી આપી હતી.હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂનમે ઉજવાય  છે. હનુમાનજીના દરેક મંદિરે આરતી અને હનુમાન ચાલીસાના પાઠ દરેક  ભક્ત કરતા હોય છે. શ્રી ભગવાન રામ અને માતા સીતાની સેવા માં આખું જીવન સમર્પિત કર્યું હતું. શ્રી હનિમાનજીએ પોતાની અગાધ શક્તિ તથા બુદ્ધિ નો ઉપયોગ ખાસ હેતુ સિવાય કર્યો નથી.

શ્રી ભુપેન્દ્ર સુથારે રામ નવમી વિષે બોલતા જણાવ્યું કે રામનવમી હિન્દૂ તહેવાર છે. ભગવાન શ્રી રામના જન્મ દિવસ ને ધામ ધુમથી ઉજવવામાં આવે છે. શ્રી રામ ભગવાન વિષ્ણુ ભગવાનનો સાતમો અવતાર છે. અને તે માનવ રૂપમાં વિષ્ણુ ભગવાનનો બહુ પહેલાનો અવતાર છે. રામ નવમી ચૈત્ર મહિનાની નોમના દિવસે આવે છે અને તે દિવસ મંદિરોમાં ધામ ધુમથી ઉજવાય છે. શ્રી રોહિતભાઈ જોશીએ હોળી તથા ધુળેટી વિષે પર્વ વિશે સુંદર માહિતી આપી હતી. હોળીનું મહત્વ સમજાવ્યું હતું. ફાગણ સુદ પુનમના દિવસે હોળી અને તેના બીજા દિવસે ધૂળેટી મનાવવામાં આવે છે.હોળી-ધૂળેટીને આપણે 'Festival of Colors'કહીએ .

શ્રી ત્યારબાદ શ્રી ભુપેન્દ્રભાઈ સુથારે માર્ચ મહિનામાં જે ભાઈ-બહેનોના જન્મદિવસ આવતા હતા તેઓને આગળ બોલાવી જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બર્થ ડે કાર્ડ દરેક બર્થ ડે વાળા સભ્યને આજના મહેમાન શ્રીડાહ્યાભાઈ પ્રજાપતિ ના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સૌ ભાઈ-બહેનોએ શ્રી ભુપેન્દ્રભાઈની  સાથે બર્થ ડે નું ગીત 'બાર બાર દિન આયે, તુમ જીઓ હઝારે સાલ,હેપી બર્થ ડે ટૂ યુ' ગાઈને બર્થ ડેની શુભેચ્છા પાઠવી હતી. અને ગ્રુપ ફોટો પાડવામાં આવ્યો હતો.

આજના મનોરંજન કાર્યક્રમના સંચાલક તરીકે શ્રી નરેશ દેખતાવાલાએ સેવા આપી હતી. આજના કાર્યક્રમની શરૂઆત શ્રીમતી ભદ્રા શાહે સુંદર રાગમાં ગીત ગાયું હતું. તે પછી શ્રી હરીવદન દવેએ, શ્રી બિપિન શાહે ,શ્રી હરિવદનભાઈ શાહે, શ્રી ભુપેન્દ્ર સુથારે,શ્રીમતી ગીતાબેન દેસાઈએ, શ્રીમતી ઉષાબેન વખારિયાએ, શ્રીમતી અંજનાબેન દેસાઈએ,શ્રી અરવિંદભાઈ પટેલે,શ્રીમતી પુષ્પાબેન પારેખે, શ્રી અરવિંદભાઈ કોટકે, શ્રી ગીરીશભાઈ મચ્છરે ગીત બહુ સારી રીતે ગાયાં હતાં. મનોરંજન કાર્યક્રમ બધા સિનિયર્સ ભાઈ બહેનોએ આનંદથી માન્યો હતો.શ્રી નરેશ દેખતાવાળાએ બધા ભાગ લેનાર ભાઈ બહેનોનો આભાર માન્યો હતો.

આજના શીખંડ ની વ્યવસ્થા શ્રીમતી રોહિણી અને નરેશ દેખતાવાળાએ કરી હતી અને તે માટે તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા. કારોબારી કમિટીના શ્રીમતી હેમા શાસ્ત્રીને મળેલા એવોર્ડ માટે ફૂલના ગુચ્છથી સન્માવવામાં આવ્યા હતા.

       કેટલીક સૂચનાઓ આપ્યા પછી અંતમાં સમુહમાં શ્લોકનું પઠન કરવામાં આવ્યું હતું. પછી બધા સભ્યોએ સ્વાદિષ્ટ લંચ લીધા બાદ વિદાય લીધી હતી. તેવું ... પ્રેસિડન્‍ટ ડો. નરસિંહભાઇ એમ. પટેલના અહેવાલ થકી શ્રી ચિતરંજન દેસાઇની યાદી દ્વારા જાણવા મળે છે.

(11:32 pm IST)
  • આજે હિમાચલ અને ઉત્તરાખંડમાં સીઝનની છેલ્લી બરફવર્ષાની સંભાવના access_time 12:52 pm IST

  • સલમાન ખાનની સાથે વીરગતિ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી પૂજા ડડવાલ હાલ ટીબીની બિમારી સામે જજૂમી રહી છે. માહિતી મળી છે કે, તેમના પરિવારે પણ તેનો સાથ છોડી દીધો છે. આપને જણાવી દઈએ કે પૂજાએ એક વિડીયો દ્વારા સહિયોગની અપીલ કરી હતી. ત્યારે ભોજપૂરી સ્ટાર રવિ કિશને તેના મિત્ર દ્વારા રૂપિયા અને ફળો હોસ્પિટલમાં મોકલ્યા હતા access_time 2:11 am IST

  • હત્યા-ફાયરીંગ પ્રકરણમાં મોરબી ભાજપ અગ્રણી સહિતના આરોપીઓના આશ્રય સ્થાનો ઉપર દરોડાઃ પંચાસર સ્થિત નિવાસ સ્થાને અને અન્ય સ્થળો ઉપર પોલીસ ત્રાટકીઃ કોઈ સગળ ન મળતા કોલ ડીટેઈલના આધારે તપાસ access_time 3:58 pm IST