Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અમેરીકાના ૨૦ જેટલા રાજયોના એટર્ની જનરલોએ ફેડરલ ગવર્નમેન્‍ટ પર કેસ કરીને સાફ શબ્‍દોમાં જણાવ્‍યુ છે કે વ્‍યક્‍તિગત આદેશ વિનાનો ઓબામાકેર હવે ગેરબંધા- રણીય છેઃ ટેક્ષાસ અને વીસકોન્‍સીન રાજયના એટર્ની જનરલોએ સંયુક્‍ત પણે ટેક્ષાસ રાજયની યુએસ ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને ૧૮ જેટલા રાજયોના એટર્ની જનરલોએ તેમાં સહકાર આપ્‍યો જેમાં એરીઝોના ફલોરીડા, જયોર્જીયા, યુટાહ અને વેસ્‍ટ વર્જીનીયા રાજયોનો સમાવેશ થાય છે

( સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ(શિકાગો) અમેરીકાના ૨૦ જેટલા રાજયોએ ફેડરલ ગવર્નમેન્‍ટ પર કેસ કરીને સાફ શબ્‍દોમાં જણાવ્‍યું કે વ્‍યક્‍તિગત આદેશ વિનાનો ઓબામાકેર હવે ગેરબંધારણીય બની રહે છેઃ ટેક્ષાસ અને વીસકોન્‍સીન રાજયના એટર્ની જનરલોએ સંયુક્‍ત પણે ટેક્ષાસ રાજયની નોર્ધન ડીસ્‍ટ્રીકટમાં આવેલ યુએસ ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે અને જે રાજયો આ કેસમાં જોડાયેલા છે તેમાં એરીઝોના,ફલોરીડા, જયોર્જીયા, યુટાહ, અને વેસ્‍ટ વર્જીનીયા મુખ્‍ય છેઃ ગયા વર્ષના ડીસેમ્‍બર માસમાં અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે નવા ટેક્ષ બીલ પર સહી કરી હતી તેમાં દરેક વ્‍યકતીઓએ ફરજીયાત પણે વીમો લેવાનો રહેશે એવી જે જોગવાઇ હતી તેને દુર કરવામાં આવી હતી આથી આવી જોગવાઇ વિનાનો ઓબામાકેરનો કાયદો ગેરકાયદેસર છે એવી રજુઆત ૨૦ જેટલા રાજયના એટર્ની જનરલોએ અદાલતને જણાવેલ છે.

ટેક્ષાસ રાજયના એટર્ની જનરલ કેન પેકસ્‍ટન અને વીસકોન્‍સીન રાજયના એટર્ની જનરલ બ્રેડ શિમેલની આગેવાનીમાં ન્‍યાયી અદાલતમાં આ કેસ દાખલ કરવામાં આવ્‍યો છે અનેતેમાં જણાવવામાં આવેલ છે કે ગયા વર્ષે અમેરીકાના પ્રમુખે નવા ટેક્ષના કાયદા પર સહી કરી તે વખતે કાયદાના ભાગ સ્‍વરૂપે ફરજીયાત પણે વિમા લેવાની જે જોગવાઇ હતી તેને રદ કરવામાં આવી હતી આથી ઓબામાકેરનો કાયદો ગેરકાનુની બની જાય છે

સુપ્રીમકોર્ટે આ અગાઉ સ્‍વીકાર્યુ હતું કે આવી જોગવાઇઓ વિનાનો એબામાકેર ગેરબધા રણીય છે આથી આ કાયદાને હવે કાયદેસરનુ ધોરણ ન હોવાથી હવે એવો સમય આવ્‍યો છે કે અમેરીકાની તમામ પ્રજા હવે આ કાયદાની ગડમથલમાંથી મુક્‍ત છે એવુ ટેક્ષાસના એટર્ની જનરલે જણાવેલ છે અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના ન્‍યાયી ખાતાના અધીકારીઓ ઓબામાકેર એકટ અંગે ન્‍યાયી અદાલતમાં તેનો બચાવ કરશે કેમ તેનો પ્રત્‍યુત્તર આપવાનુ ટાળ્‍યુ હતુ.૨૦૧૦ વર્ષથીઆ ઓબામકેર અસ્‍તીત્‍વમાં આવ્‍યો ત્‍યારથી રીપબ્‍લીકન પાર્ટીના ચુંટાયેલા નેતાઓ તેનો વિરોધ કરતા આવેલ છે અને આજ દિન સુધી તેનો વિરોધ ચાલુજ છે પરંતુ તેઓ આ કાયદાને સંપૂર્ણ પણે નાબુદ કરવા માટે સફળતા મેળવી શકેલ નથી.

હવે આ અંગેનોકેસ ન્‍યાય અદાલતમાં આગળ ચાલશે અને તે સમગ્ર પ્રકરણ કેવો વળાંક લે છે તે તરફ સૌનુ ધ્‍યાન હાલમાં કેન્‍દ્રિત થયેલ જોવા મળે છે.

(11:12 pm IST)
  • દિલ્હી અને એનસીઆર ઉપર જોરદાર વાદળા ઘેરાયાઃ વરસાદની અને પવન ફુંકાવાની આજે પુરી સંભાવનાઃ જો કે આવતીકાલ સુધીમાં હવામાન ચોખ્ખુ થઈ જવા આગાહી access_time 12:52 pm IST

  • મનમર્જીયા ફિલ્મના ૨ ફોટા સોશ્યલ મીડીયા ઉપર મૂકાયા : અનુરાગ કશ્યપની ફિલ્મ 'મનમર્જીયા'ની અભિનેત્રી તાપસી પન્નુએ ૨ ફોટા સોશિયલ મિડીયા ઉપર શેર કર્યા : એકમાં પોતે વિકી કૌશલના ખભે બેસવાનો આનંદ વ્યકત કરતી તથા બીજામાં અભિષેક પાઘડી પહેરેલો દર્શાવ્યો access_time 3:42 pm IST

  • દિલ્હી : દ્વારકાની ઈપીએફ ઓફીસમાં બનાવટી ખાતા કૌભાંડ : કરોડો જમા કરાવ્યા : નવી દિલ્હી : કૌભાંડોની હારમાળામાં વધુ એક કૌભાંડ ઉમેરાયુ : દિલ્હીના દ્વારકા ખાતેની ઈપીએફ ઓફીસમાં ૪ કરોડ રૂપિયા બનાવટી ખાતાઓમાં જમા કરાયાની એફઆઈઆર નોંધાવાઈ : ૧ કર્મચારીની ધરપકડ થઈ access_time 3:41 pm IST