Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અમેરિકામાં મંગલ મંદિર મેરીલેન્‍ડ મુકામે ૨૫ માર્ચ રવિવારે ‘‘રામનવમી'' ઉત્‍સવઃ ભજન, પૂજા, રામજન્‍મ મહોત્‍સવ, તથા સુંદરકાંડના પાઠનું આયોજનઃ હનુમાન જયંતિ ૩૧ માર્ચ શનિવારે ઉજવાશે

મેરીલેન્‍ડઃ અમેરિકામાં મંગલ મંદિર, મેરીલેન્‍ડ મુકામે આગામી ૨૫ માર્ચ ૨૦૧૮ રવિવારના રોજ ‘‘રામનવમી''ઉત્‍સવ ઉજવાશે.

ઉત્‍સવ અંતર્ગત સવારે ૧૦ થી ૧૨ વાગ્‍યા દરમિયાન ભજન તથા પૂજા, બાદ બપોરે ૧૨ વાગ્‍યે રામજન્‍મ ઉજવણી તથા આરતી થશે બાદમાં બપોરે ૧૨-૩૦ થી ૨-૩૦ વાગ્‍યા દરમિયાન સુંદરકાંડના પાઠ, તથા સાંજે પાંચ વાગ્‍યાથી ૬-૩૦ દરમિયાન ભજન અને બાદમાં ૬.૪૫ કલાકે મંદિરની આરતી થશે.

આગામી ૩૧ માર્ચ શનિવારે હનુમાન જયંતિ ઉજવાશે. ૧૨ એપ્રિલના રોજ મહાપ્રભુજી વલ્લભાચાર્ય ઉત્‍સવ, તથા પાંચ મે શનિવારના રોજ પૂજય ગુરૂજી અશ્વિનકુમાર પાઠકના મધુર કંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું છે તેવું મંદિરની યાદી જણાવે છે.

(11:11 pm IST)