Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

હોલીવુડ ફિલ્મ પ્રોડયુસર સુશ્રી રેશાના શાહનું બહુમાન કરાયું: સાઉથ એશિઅન કોમ્યુનિટી સ્ટેટ એસેમ્બલી દ્વારા સન્માનપત્ર એનાયત

ન્યુયોર્કઃ સાઉથ એશિઅન પ્રજાજનોની સેવા માટે નોંધપાત્ર પ્રદાન આપવા બદલ ઇન્ડિયન અમેરિકન હોલીવુડ પ્રોડયુસર સુશ્રી રેશાના શાહનું તાજેતરમાં ૧૦ જાન્યુ.૨૦૨૦ના રોજ ન્યુયોર્ક સ્ટેટ એસેમ્બલી મારફત બહુમાન કરાયુ હતું.

 તથા સન્માનપત્ર અપાયું હતું. જે બદલ સુશ્રી રેશાનાએ આભારની લાગણી વ્યકત કરી હતી.

આ તકે સાઉથ  એશિઅન ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ શ્રી દિલીપ ચૌહાણએ સુશ્રી શાહને બિરદાવ્યા હતા.

સન્માનપત્ર મારફત સુશ્રી શાહને અભિનેત્રી તરીકે, પ્રોડયુસર તરીકે, પ્રોડયુસર તરીકે, એન્જીનીઅર તથા બિઝનેસ પર્સન તરીકે બિરદાવાયા છે. તેવું જાણવા મળે છે.

(10:03 pm IST)