Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

હિન્દુ કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડએ H.R.535 એકટ માટે વોટીંગ કર્યુઃ પ્રજાજનોને ગુણવતા યુકત શુધ્ધ પાણી પીવા મળે તેવો હેતુ

વોશીંગ્ટનઃ કેમિકલ યુકત પાણીના કારણે કેન્સર સહિતના રોગોનો ભોગ બનતા પ્રજાજનોની સુરક્ષા માટે હિન્દુ કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડએ  H.R.535 એકટ માટે વોટીંગ કર્યુ હતું. જેનાથી PFAS યુકત પાણી ઉપર પ્રતિબંધ આવી શકે. જે માટે ૧૦૦ મિલીઅન ડોલરનું ફંડ ફાળવાયુ છે.

સુશ્રી ગબ્બાર્ડએ જણાવ્યું હતું કે પીવા માટે શુધ્ધ પાણી મેળવવાનો દરેક નાગરિકનો અધિકાર છે PFAS યુકત પાણીના વધી રહેલા વ્યાપને નાથવા માટે તેમણે રજુ કરેલા બિલને ૪૧ સાંસદોએ સમર્થન ઘોષિત કર્યુ હતું. તેવું જાણવા મળે છે.

(10:01 pm IST)