Gujarati News

Gujarati News

News of Friday, 26th July 2019

ર૦ર૦ ની સાલના અમેરિકાના પ્રેસિડન્‍ટ પદના ઉમેદવાર હિન્‍દુ કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્‍બાર્ડએ ગૂગલ ઉપર પ૦ મિલીયન ડોલરનો દાવો નોંધાવ્‍યોઃ પોતાના ચૂંટણી કમ્‍પેન દરમિયાન ભેદભાવ તથા પક્ષપાત રાખી અભિવ્‍યકિતની આઝાદી ઉપર રોક લગાવવાનો આક્ષેપઃ ર૭ તથા ર૮ જૂનના રોજ એડવર્ટાઇઝીંગ કમ્‍પેન ૬ કલાક સુધી સ્‍થગિત કરી દેતા ચુંટણી કમ્‍પેન માટે મળવાપાત્ર રકમ ઉપર મોટી અસર થઇ

વોશીંગ્‍ટન : ર૦ર૦ ની સાલના અમેરિકાના પ્રેસિડન્‍ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર હિન્‍દુ કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્‍બાર્ડએ ગૂગલ પર પ૦ મિલીયન ડોલરનો દાવો દાખલ કર્યો છે.

અ દાવામાં તેઓએ ગૂગલ ઉપર પોતાના ચૂંટણી કમ્‍પેન પ્રત્‍યે ભેદભાવ તથા પક્ષપાત રાખ્‍યાનો આરોપ લગાવ્‍યો છે. જે મુજબ તથા અભિવ્‍યકિતની આઝાદી ઉપર રોક લગાવવાનો આક્ષેપ કર્યો છે.

જે મુજબ ગૂગલે ર૭ જૂનના રોજ તેમના એડવર્ટાઇઝીંગ કમ્‍પેનને ૬ કલાક સુધી સ્‍થગિત કરી દીધુ હતુ. તથા ર૮ જૂનના રોજ પણ તેનું પુનરાવર્તન કરાયું હતુ. પરિણામે તેઓનો પ્રચાર લોકો સુધી પહોંચાડવામા બાધા ઉભી થઇ હતી જેથી તેમને ચૂંટણી કમ્‍પેન માટે મળવાપાત્ર રકમ ઉપર મોટી અસર થઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:06 pm IST)