Gujarati News

Gujarati News

News of Thursday, 25th July 2019

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ,પરામસ ન્યુજર્સી મુકામે ૬ સપ્ટેં.થી ૮ સપ્ટેં.૨૦૧૯ દરમિયાન ત્રિદિવસિય મહોત્સવઃ ઘનશ્યામ મહારાજ, રાધા-કૃષ્ણ દેવ, તથા શ્રી લક્ષ્મી નારાયણ દેવનો ૬ઠ્ઠો પાટોત્સવ ઉજવાશેઃ વચનામૃત કથા,હિંડોળા ઉત્સવ, જલજીલણી ઉત્સવ, સમૂહ મહાપૂજા, અભિષેક, અન્નકૂટ તથા પાટોત્સવનો લહાવો લેવા પાઠવાયેલું આમંત્રણ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ પરામસ ન્યુજર્સીના ઉપક્રમે ૬ સપ્ટેંથી ૮ સપ્ટેં.૨૦૧૯ દરમિયાન ઘનશ્યામ મહારાજ, રાધા-કૃષ્ણ દેવ, તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવનો ૬ ઠ્ઠો પાટોત્સવ ઉજવાશે.

ઉજવણી અંતર્ગત વચનામૃત કથા, હિંડોળા ઉત્સવ, જલ-જીલણી ઉત્સવ, સમુહ મહાપૂજા તથા અભિષેક અન્નકૂટ તથા પાટોત્સવનું આયોજન કરાયું છે.

૬ સપ્ટેં. ૨૦૧૯ના રોજ સાંજે ૬ થી ૭ વાગ્યા દરમિયાન મહાપ્રસાદ ૭ થી ૭-૩૦ દરમિયાન આરતી સ્તુતિ, તથા ૭-૩૦ થી ૯-૩૦ વાગ્યા દરમિયાન વચનામૃત કથાનું આયોજન કરાયું છે.

૭ સપ્ટેં.૨૦૧૯ શનિવારના રોજ સવારે ૯ થી ૧૦-૩૦ વચનામૃત કથા ૧૦-૩૦ થી ૧૨ વાગ્યા સુધી ભકત આખ્યાન કથા, બપોરે ૧૨ થી ૧ વાગ્યા દરમિયાન મહાપ્રસાદ બાદ ૧ થી ૩ વાગ્યા દમિયાન વિશ્રાંતિનો સમય રાખવામાં આવ્યો છે.

બપોરે ૩ વાગ્યાથી ૪-૩૦ વાગ્યા દરમિયાન હિંડોળા ઉત્સવ, ૫ થી ૬ વાગ્યા સુધી વચનામૃત તથા, ૬ થી ૭ વાગ્યા દરમિયાન ભકત આખ્યાન કથા, તથા સાંજે ૭ થી ૭-૩૦ વાગ્યા દરમિયાન આરતી-સ્તુતિ કરાશે.

૮ સપ્ટેં.૨૦૧૯ રવિવારના રોજ સવારે ૮ વાગ્યાથી ૧૧ વાગ્યા દરમિયાન મહાપૂજા પાટોત્સવ, ૧૧ થી ૧૨ વાગ્યા સુધી કિર્તન ભકત બાદ ૧૨ વાગ્યાથી ૩ વાગ્યા દરમિયાન અન્નકૂટ આરતી તથા દર્શન થશે.

૧૨-૩૦ થી ૧-૩૦ દરમિયાન મહાપ્રસાદ બાદ બપોરે ૩ થી ૪-૩૦ વાગ્યા દરમિયાન જલજીલણી ઉત્સવ ઉજવાશે સાંજે ૫ થી ૬ વાગ્યા દરમિયાન વચનામૃત કથા, ૬ થી ૭ વાગ્યા સુધી ભકત આખ્યાન કથા, તથા ૭ થી ૭-૩૦ વાગ્યા દરમિયાન આરતી સ્તુતિ બાદ ૭-૩૦ થી ૮-૩૦ વાગ્યા સુધી અન્નકૂટ મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

ત્રિદિવસિય ઉત્સવની ઉજવણીનું સ્થળ ૨૦૫, સ્પ્રિંગ વેલ્લી રોડ, પરામસ, ન્યુજર્સી (૨૦૧)૮૮૨-૫૮૧૫ રાખવામાં આવ્યું છે.

સમગ્ર ત્રિદિવસય ઉત્સવમાં પ્રાઇમરી સ્પોન્સર માટે ૫૦૦૦ ડોલર, સેકન્ડરી સ્પોન્સર માટે ૩૦૦૦ ડોલર, કથાના પ્રાઇમરી સ્પોન્સર માટે ૨૫૦૦ ડોલર, તથા સેકન્ડરી સ્પોન્સર માટે ૧૫૦૦ ડોલર, અન્નકૂટ પ્રાઇમરી સ્પોન્સર માટે ૨૧૦૦ ડોલર તથા સેકન્ડરી સ્પોન્સર માટે ૧૧૦૦ ડોલર, જલ જીલણી ઉત્સવના સ્પોન્સર માટે ૭૫૦ ડોલર, હિંડોળા ઉત્સવના સ્પોન્સર માટે ૫૦૧ ડોલર, સંત રસોઇ સ્પોન્સરશીપ તરીકે ૨૫૧ ડોલર, તથા મહાપ્રસાદના ૩ દિવસના સ્પોન્સર માટે ૨૫૦૦ ડોલર, ૨ દિવસના સ્પોન્સર માટે ૧૫૦૦ ડોલર, તથા ૧ દિવસના સ્પોન્સર માટે ૫૦૧ ડોલર ન્યોચ્છાવર રકમ રાખવામાં આવી છે.

તમામ હરિભકતોને સપરિવાર તથા મિત્રમંડળ સહિત ત્રિદિવસિય ઉત્સવનો લાભ લેવા આમંત્રિત કરાયા છે. વિશેષ માહિતી માટે પૂ.આનંદપ્રિય સ્વામીનો કોન્ટેક નં. (૫૫૧)૨૭૬-૩૪૩૧ દ્વારા અથવા શ્રી પ્રવિણ વેકરીયાનો (૯૭૩)૮૮૫-૨૬૩૯ દ્વારા સંપર્ક સાધવા ગુરૂકુળની યાદીમાં જણાવાયું છે.   

(8:23 pm IST)