Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના એકમાત્ર હિન્દૂ મહિલા સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડના સમર્થકોની સંખ્યા 65 હજારને આંબી ગઈ : કોર્પોરેટ ગ્રુપ, લોબિસ્ટ, કે પોલિટિકલ એક્શન કમિટી પાસેથી નહીં પણ વ્યક્તિગત ડોનેશન લેતા સુશ્રી તુલસી ની લોકપ્રિયતા પ્રેસિડન્ટ પદના પ્રથમ 10 ઉમેદવારોની હરોળમાં

અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદ માટેના  ડેમોક્રેટ ઉમેદવાર એકમાત્ર  હિન્દૂ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડના સમર્થકોની સંખ્યા 65 હજારને આંબી ગઈ છે. જે દેશના 20 સ્ટેટની છે.તેઓ કોર્પોરેટ કંપનીઓ લોબિસ્ટ કે પોલિટિકલ એક્શન કમિટી  પાસેથી ડોનેશન લેવાને બદલે વ્યક્તિગત નાગરિકો પાસેથી જ ડોનેશન તથા સમર્થન મેળવે છે.જે અમેરિકાના નિયમ મુજબ ઓછામાં ઓછા 65 હજાર સમર્થકોની સંખ્યા વટાવી ચુક્યા છે.

સુશ્રી તુલસી ગબ્બાર્ડ સૌપ્રથમવાર 2012 ની સાલમાં હવાઇમાંથી હિન્દૂ કોંગ્રેસવુમન તરીકે ચૂંટાઈ આવ્યા હતા.તેઓ કોલ્ડ વોર તથા ન્યુક્લિઅર રેસમાંથી દેશને મુક્ત કરી પ્રજા ઉપરનો આર્થિક બોજો ઘટાડવાના હિમાયતી છે.સોશિઅલ મીડિયામાં પણ તેમની લોકપ્રિયતા પ્રેસિડન્ટ પદના પ્રથમ 10 લોકપ્રિય ઉમેદવારોની હરોળમાં છે.

(12:03 pm IST)
  • કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીનું વિવાદિત નિવેદન:'જયાંથી જેટલા વોટ મળશે, ત્યાં તેટલો વિકાસ': 'મેં વોટ મળવાની ગણતરીથી વિકાસની શ્રેણી બનાવી access_time 1:45 pm IST

  • જામનગરના વાતાવરણમાં સવારથી જ પવનની ગતિ સાથે વાતાવરણમાં પલટો :ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી : પવનની ગતિને લઇને વાહન ચાલકોને પણ પરેશાની access_time 12:39 pm IST

  • મુસ્લિમ મહિલાઓને મસ્જીદમાં નમાઝ પઢવાની છૂટ આપોઃ સુપ્રિમમાં અરજી : આજે સુપ્રિમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે મુસ્લિમ મહિલાઓને મસ્જિદોમાં નમાઝ પઢવા માટે પરવાનગી આપવી જોઇએઃ એક મુસ્લિમ દંપત્તિએ આ અરજી કરી છે અને કહ્યું છે કે મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશતી અટકાવવાની બાબત બંધારણની કલમ ૧૪, ૧૫, ૨૧, ૨૫ અને ૨૯નો ભંગ કરે છે access_time 4:16 pm IST