Gujarati News

Gujarati News

News of Tuesday, 18th December 2018

"ગુરૂવંદના" : યુ.એસ.ના સાન જોસ કેલિફોર્નિયામાં આવેલા બાલાજી મંદિરમાં ઉજવાઈ ગયેલો ત્રિદિવસીય ઉત્સવ : લક્ષ્મીજી ,બાલાજી ,સહિતના દેવોને અભિષેક કરી પૂજાવિધિ કરાઈ : ગુરૂવંદના ,સત્યનારાયણ કથા ,તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા

કેલિફોર્નિયા :  યુ.એસ.ના સાન જોસ કેલિફોર્નિયામાં આવેલા બાલાજી મંદિરના ઉપક્રમે 16 થી 18 નવે.દરમિયાન ત્રિદિવસીય ગુરૂવંદના ઉત્સવ ઉજવાઈ ગયો.જે અંતર્ગત ગુરુ તથા ભગવાન સમક્ષ લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરાઈ હતી.

 આ ઉત્સવ દરમિયાન સમૃદ્ધિના અધિષ્ટાતા લક્ષ્મીદેવીને અભિષેક કરી પૂજા કરાઈ હતી.તેમજ પીઠાધિપતિ શ્રી નારાયણનંદા સ્વામીએ શ્રી વિઠ્ઠલાનંદા સ્વામીને અભિષેક કરી પૂજાવિધિ કરી હતી. ભાવિકોએ ભજન,કીર્તન,સ્લોક,અભિષેક,પ્રાર્થના,સહિત ધાર્મિક વિધિઓનો લાભ લીધો હતો.

 બીજા દિવસે ભગવાન બાલાજીને અભિસેક  કરી પૂજાવિધિ કરાઈ હતી.બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.ત્રીજા દિવસે ગુરુવંદના, સત્યનારાયણ કથા,અભિષેક સહીત કાર્યક્રમો યોજાયા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:51 pm IST)