Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

યુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે શરુ થયેલી નવરાત્રી ઉત્સવની ઉજવણી 19 ઓક્ટો સુધી ચાલશે : મુંબઈનું સારેગામ ગ્રુપ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે:13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞ: 19 ઓક્ટો ના રોજ રાવણ દહન

ડલાસ :યુ.એસ.માં DFW હિન્દૂ ટેમ્પલ ડલાસ ટેક્સાસના ઉપક્રમે ગઈકાલ 10 ઓક્ટો થી નવરાત્રી ઉત્સવની ઉજવણી શરૂ થઇ ગઈ છે.જે 19 ઓક્ટો સુધી ચાલશે.ઉજવણી અંતર્ગત મુંબઈનું સારેગમ ગ્રુપ રાસ ગરબાની રમઝટ બોલાવશે.સીનીઅર સીટીઝન સમાજ દ્વારા ગરમાગરમ નાસ્તાની પણ વ્યવસ્થા કરાઈ છે.13 ઓક્ટો ના રોજ રાજદુર્ગા જાગરણ તથા નવચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે.19 ઓક્ટો ના રોજ રાવણ દહન કરાશે તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(12:31 pm IST)