Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

અમેરિકામાં ટેકનોલોજી ડીપાર્ટમેન્‍ટ ડીરેકટરને લાંચ આપવાના આરોપસર ઇન્‍ડિયન અમેરિકન પરિમલ મહેતા કસૂરવાનઃ પોતાની આઇ.ટી.કંપનીને કોન્‍ટ્રાકટ આપવા તથા આંતરિક માહિતિ પૂરી પાડવા માટે ૬૫૦૦ ડોલરની લાંચ આપ્‍યાનુ પૂરવાર

ડેટ્રોઇટઃ યુ.એસ.ની આઇ.ટી.કંપની ફયુચર નેટ ગૃપ ઇન્‍કના પૂર્વ ceo ઇન્‍ડિયન અમેરિકન ૫૪ વર્ષીય પરિમલ મહેતાને ડેટ્રોઇટમાં આવેલી ઓફિસ ઓફ ડીપાર્ટમેન્‍ટ ટેકનોલોજી સર્વિસીઝના પૂર્વ ડીરેકટર ચાર્લ્‍સ એલ.ડોડને ૬૫૦૦ ડોલરની લાંચ આપવા સબબ યુ.એસ.ની મિચીગન કોર્ટના ડીસ્‍ટ્રીકટ જજએ કસૂરવાન ગણેલ છે.

પરિમલ મહેતાએ પોતાની કંપનીને અમુક કોન્‍ટ્રાકટ તથા માહિતિ આપવા ૨૦૦૯ થી ૨૦૧૬ની સાલ દરમિયાન લાંચ આપી હતી. તેમને ૨૭ સપ્‍ટેં.ના રોજ સજા ફરમાવાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:40 pm IST)
  • ગાંધીનગર દેશભરમાં ખેડુતોના આંદોલન મામલોઃ ચિંતિત બનેલી સરકારે આઇબીને લગાડયા કામેઃ ગુજરાતમાં ખેડુતોની નારાજગી ફાટી નીકળી શકે છે access_time 3:54 pm IST

  • સરકારે જમ્મુ-કાશ્મીરમાં સીમા પારથી ફાયરિંગમાં મરનાર દરેક દૂધાળું પશુઓ માટે વળતરની રકમ વધારીને 50 હજાર કરી :રાજ્યમાં આ વર્ષે જાન્યુઆરીથી પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું 1200 થી વધુ વખત ઉલ્લંઘન કરાયું છે access_time 1:28 am IST

  • સુરતમાં ૭૦૦ જીઆરડી જવાનોને છુટા કરાવ્યા : હેડ કવાર્ટર ખાતે જવાનો એકઠા થયાઃ ૮ વર્ર્ષની નોકરી બાદ જીઆરડી જવાનોને છુટા કરાયાઃ ફરી નોકરીએ લેવા જવાનોએ અપીલ કરી access_time 3:55 pm IST