Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

ડીસે. ર૦૧૯ સુધીની અમેરિકાના વીઝા અંગેની સંપૂર્ણ માહિતી : ચાલુ માસ દરમિયાન કૌટુંબિક આધારિત પહેલી, ત્રીજી અને ચોથી કેટેગરી અેકથી આઠ અઠવાડિયા આગળ વધી

(શ્રી ભાવિક મોદી દ્વારા) ટેમ્‍પા, તા. ૮ : ડીસેમ્‍બર ર૦૧૯ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી ચાલુ માસ દરમ્‍યાન કૌટુંમ્‍બીક આધારિત પહેલી, ત્રીજી અને ચોથી કેટેગરી અેક થી આઠ અઠવાડીયા આગળ વધેલ છે. જયારે બીજી કેટેગરીમાં બી-વિભાગ અેક પણ અઠવાડીયા આગળ વધેલ નથી. સાથે શ્રમ અને રોજગાર વિભાગમાં ઇ-૧,૩ અને અન્‍ય કામદારોની કેટેગરી આગળ વધેલ નથી. આજ વિભાગની ચોથી ધાર્મિક વ્‍યકિતઓ માટેની કેટેગરીમાં હાલ વીઝા ઉપલબ્‍ધ નથી

(11:44 pm IST)