Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

કાશ્મીર બાબતે ભારત સરકારનો વિરોધ કરનાર ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલને મળવાનો ઇન્કાર : અમેરિકાના પ્રવાસે ગયેલા ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરનો નિર્ણય

વોશિંગટન : અમેરિકાના પ્રવાસે ગયેલા ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરએ કાશ્મીર બાબતે ભારત સરકારનો  વિરોધ કરનાર ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલ સહીત અમુક સાંસદોને  મળવાનો ઇન્કાર કર્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

તેમણે જણાવ્યું હતું કે જે લોકો પુરી વાત સમજ્યા વિના પૂર્વગ્રહ પ્રેરિત વિરોધ કરે છે તેમની સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી.ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરનારાઓ સાથે કડક વલણ રાખવું જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું .એસ.જયશંકરના આ નિર્ણયથી સુશ્રી પ્રમીલા જયપાલ નારાજ થયા હતા.

(6:06 pm IST)