Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

યુ.એસ.ના સાઉથ કેલિફોર્નિયામાં ઈન્ડો અમેરિકન કોમ્યુનિટિ થિયેટરના ઉપક્રમે સંગીત હરીફાઈ યોજાઈ : હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને હળવા સંગીતની મહેફિલથી દર્શકો ખુશખુશાલ

    કેલિફોર્નિયાદક્ષિણ કેલિફોર્નિયા ની પ્રસિધ્ધ ઑરેન્જ કાઉન્ટીના બ્રેયા (BREA) શહેરના Curtis  થિયેટર ખાતે ઈન્ડો-અમેરીકન કોમ્યુનિટિ ( IACT ) સંસ્થાની ૧૯ મી વાર્ષિક સંગીત હરિફાઈ યોજાઈ હતી.

     કાર્યક્રમની શરુઆતમાં સંસ્થાના સ્થાપ અને કર્તા હર્તા શ્રી મુકેશ દેસાઈ નાં ધર્મ પત્નિ શ્રીમતિ માલતી દેસાઈ અને બહેનો દ્વારા સૌનું સ્વાગત્ત અને રજીસ્ટેશન કરવામાં આવ્યું. ત્યારબાદ સંસ્થાના સ્થાપક શ્રી મુકેશ દેસાઈ દ્વારા સંસ્થાનો પરીચય આપવામાં આવ્યો અને કાર્યક્રમની વિગતવાર છણાવટ કરવામાં આવી.

      સંગીત હરિફાઈ મુખ્યત્વ બે વિભાગમાં હતી. () હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને () હળવું સંગીત ( કેરીઓકી)

       શાસ્ત્રીય સંગીતમાં બે વિભાગમાં બાળ વિભાગ ( થી ૧૨ વર્ષ ) અને તરુણ વિભાગ ( ૧૩ થી ૧૯ વર્ષ ) એમ બે વિભાગોમાં સુંદર શાસ્ત્રીય સંગીત-ગીત રજૂ કર્યા હતા.

      કાર્યક્રમના નિર્ણાયકો તરીકે શ્રીમતિ નેહા વ્યાસ તથા શ્રીમતિ સુષ્મા કશ્યપ મુખ્ય હતા. અને મોડરેટર તરીકે શ્રી નરેશ પટેલ હતા.

       કલાકારોને સાથ આપવામાં પ્રસિધ્ધ તબલા વાદક શ્રી હેમંત એકબોટે હતા તથા હારમોનિયમ ઉપર શ્રીમતિ દાયિતા દત્તા મુખ્ય હતા.

      શાસ્ત્રીય ગીત હરિફાઈના અંતે શ્રીમતિ નેહા વ્યાસે ( અર્વાઈન હવેલી વાળા ) સુંદર શૈલીમાં શાસ્ત્રીય સંગીત અને વિવિધ રાગો અંગે હિન્દી ભાષામાં વિસ્તત માહિતી આપી હતી.

       કાર્યક્રમ આયોજન માં શ્રી અધિર શાહ તથા શ્રીમતિ માલતીબેન દેસાઈની અથાગ મહેનત જણાઈ હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રીમતિ અન્નુ અને શ્રી રાજીવ શ્રીવાસ્તવ બેલડી દ્વારા કરવામાં આવ્યુ હતું

       તેવું માહિતિ શ્રી ગુણવંત પટેલ અને તસ્વિરશ્રી  કાન્તિભાઈ  મિસ્ત્રી કેલિફોર્નિયાના સૌજન્ય સાથે જાણવા મળે છે.

(5:55 pm IST)