Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

" ઝીંદગીકે સફરમેં રાહી " : ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોના ઉપક્રમે 14 ડિસેમ્બરના રોજ ગીતા જયંતી, બર્થ ડે,તથા મનોરંજનની મહેફીલનું આયોજન કરાયું

શિકાગો : ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોની માસિક સામાન્ય સભા શનિવાર તારીખ 14 ડીસેમ્બર,2019 ના રોજ માનવ સેવા મંદિરમાં ૧૧:3૦ વાગે મળી હતી.જેમાં આશરે 185  જેટલા સભ્યોએ હાજરી આપી હતી.કાર્યક્રમની શરૂઆત કારોબારી સમિતિના સભ્ય શ્રી ભુપેન્દ્ર સુથાર, હેમા શાસ્ત્રી, પન્ના શાહ , ગીતા દેસાઈ તથા અન્ય બહેનો દ્વારા પ્રાર્થના તથા હનુમાન ચાલીસાથી  કરવામાં આવી હતી અને બધા ભાઈ-બહેનોએ ગાવામાં સાથ પુરાવ્યો હતો. તે પછી શ્રીમતી જયશ્રીબેને ગીતા પર સુંદર ગીત ગાયું હતુ .  શ્રી હીરાભાઈ પટેલે  નવેમ્બર માસનો  વિગતવાર હિસાબ ડોનરના નામ સાથે રજુ કર્યો હતો અને તે પછી માનવ સેવા મંદિરના લાભાર્થે 31 ડિસેમ્બર,2019 ના દિવસે યોજાનાર કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી અને બધા સભ્યોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી.

શ્રી પ્રવીણભાઈ શેઠે ગીતા જયંતી વિષે વિસ્તારથી વાત કરી હતી.ગીતા એ તત્વજ્ઞાનનો અમુલ્ય વૈશ્વિક ગ્રંથ છે. Gita is not the bible of Hinduism, but it is the bible of humanity.ગીતા જીવન ગ્રંથ છે.જીવન કેવી રીતે જીવવું તે ગીતા સમજાવે છે.ગીતા અભયદાન આપે છે, દુ:ખથી ડરીશ નહી અને સુખમાં છલકાઈશ નહી.ગીતા સર્વ સામાન્ય માણસને માર્ગદર્શન અને આશ્વાશન આપે છે. ગીતાનો એકએક શ્લોક આશ્વાશનથી ભરપુર છે.પરિત્રાણાય સાધુનામ, વિનાશાય ચ દુષ્ટતામ। ધર્મસંસ્થાપનાય  સંભવામિ યુગે યુગે. ગીતા રાજવિદ્યા, બ્રહ્મવિદ્યા અને અધ્યાત્મ વિદ્યા સમજાવે છે.તે ઉપરાંત જગત અને જગદીશનો સંબંધ સમજાવે છે. ઈશ્વર સત્ય છે અને વિશ્વ ક્ષણિક છે. જીવનના બધા પ્રશ્નોના ઉકેલ ગીતામાંથી મળે છે.ગીતા સંયમી અને પ્રગતિશીલ જીવન જીવવાનો માર્ગ બતાવે છે.

     શ્રી અશ્વિનભાઈ દેસાઈ એ QCD by utilizing RMD અંગે વિસ્તારથી બધા સભ્યોને સમજાવ્યું.      શ્રી ભુપેન્દ્ર સુથાર અને  શ્રી અરવિદ કોટકે ડીસેમ્બર માસમાં જે ભાઈ-બહેનોના જન્મદિવસ આવતા હતા તેઓને આગળ બોલાવી જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા બર્થ ડે કાર્ડ  દરેક બર્થ ડે વાળા સભ્યને આજના મહેમાન શ્રી પ્રવીણભાઈ શેઠના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સૌ ભાઈ-બહેનોએ શ્રી ભુપેન્દ્રભાઈની  સાથે બર્થ ડે નું ગીત 'બાર બાર એ દિન આયે, તુમ જીઓ હઝારે સાલ,હેપી બર્થ ડે ટૂ યુ' ગાઈને બર્થ ડેની શુભેચ્છા પાઠવી હતી. તે પછી બર્થ ડે વાળા ભાઈ બહેનોનો ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો.

                શ્રી હીરાભાઈ પટેલે વાર્ષિક કાર્યક્રમમાં ભાગ લેનાર સર્વે ભાઈ બહેનોને અભિનંદન આપ્યા અને દરેક કમિટીના સભ્યોનો ગ્રુપ ફોટા લેવામાં આવ્યો. વધુમાં તેઓએ શ્રીમતી હેમાબેન શાસ્ત્રી દ્વારા મેળવેલ સન્માનની વિગત જણાવી ધન્યવાદ પણ આપ્યા.       

            ત્યારબાદ મનોરંજન કાર્યક્રમની શરૂઆત શ્રીમતી નલીનીબેન શાહ અને શ્રી અરવિંદભાઈ પટેલ ના સંચાલન હેઠળ કરવામાં આવી. કુલ 10 સિનિયર ભાઈ બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શરૂઆતમાં શ્રીમતી ગીતા દેસાઈએ 'તેરા મેરા પ્યાર અમર' ગીત ગાયુ હતું, શ્રી દુર્ગેશ શાહે 'જીવનકે સફર, મેં રહો', શ્રી હીરાભાઈ પટેલે 'રફી ઈન મન્દીર', શ્રી રણજીત ભરૂચવાલા એ 'યેહ રાસ્તે યે મૌસમ', શ્રીમતી રોહિણી દેખતાવાળાએ 'હાયે રે વો દેખ ના આયે', શ્રી જશવંત શેઠે 'ઝીંદગી કે સફર મેં રાહી', શ્રી ભુપેન્દ્ર સુથારે બૉલીવુડ ગીત ગાયુ હતું, શ્રી સંદીપ શેઠે બૉલીવુડ ગીત ગાયુ હતું, શ્રી અરવિંદ કોટકે ફિલ્મ ગીત ગાયુ હતું અને અંતમાં શ્રીમતી શીલાબેન શાહે ફિલ્મ ગીત ગાયુ હતું. બધા સભ્યોએ મનોરંજન કાર્યક્રમ સારી રીતે માણ્યો હતો. શ્રી નરેશ દેખતાવાળાએ ભાગ લેનાર સર્વે કલાકારોનો આભાર વ્યક્ત કર્યો હતો.તે પછી  કલાકારોનો ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો.અંતમાં શ્લોકનું સમૂહ ગાન કરી, સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણી બધા સભ્યોએ વિદાય લીધી હતી.

ફોટો અને માહિતી શ્રી  જયંતી ઓઝા (અકિલા પ્રતિનિધિ શિકાગો) દ્વારા

(11:51 am IST)