Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટના હત્યારાનું આત્મસમર્પણ : થેન્ક્સ ગીવીંગ ડે ના રોજ ગોળી મારી હત્યા કરી હતી

કેલિફોર્નિયા : યુ.એસ.ના  સૈન બર્નાડિનો શહેરમાં થેન્ક્સ ગીવીંગ ડે ના રોજ ભારતના મૈસુરના રહેવાસી તથા કમ્પ્યુટર સાઇન્સમાં માસ્ટર ડિગ્રી નો અભ્યાસ કરતા સ્ટુડન્ટ સુધેશ અભિષેક ભટ ની હત્યાના આરોપી 42 વર્ષીય એરિક ટર્નર એ આત્મસમર્પણ કરી ગુનાની કબૂલાત કરી લીધી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતિ મુજબ આરોપીએ ઉપરોક્ત દિવસે એક મોટેલની બહાર સુધેશ ઉપર ગોળીબાર કર્યો હતો જેને  પોલીસે મૃત જાહેર કર્યો હતો. આ હત્યાના ગુનામાં જે વ્યક્તિએ સરેન્ડર કર્યુ છે તે 42 વર્ષનો છે, જેનું નામ એરિક ટર્નર છે. જેણે સૈન બર્નાડિનો પોલીસ સક્ષમ પોતાના ગુનાની કબુલાત કરીને આત્મ સમર્પણ કર્યુ છે. જો કે હજુ સુધી હત્યાનું કારણ જાણવા મળ્યું નથી.

આજ મંગળવારે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે,જ્યાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમના પરિવાર માટે લોકોએ એક પેજ મારફતે ફંડ પણ ઉભુ કર્યુ છે. કુલ 1000 લોકોએ મળીને 39000 અમેરિકન ડોલરનું ફંડ  એકઠું થયું છે. સુધેશ ત્યાં અભ્યાસ ઉપરાંત પાર્ટ ટાઇમ નોકરી પણ કરતો હતો.

(12:14 pm IST)