Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

‘વક્રતુંડ મહાકાય': અમેરિકાના જ્‍યોર્જીયામાં SGVP ગુરૂકુલ USAના ઉપક્રમે ૧૩ સપ્‍ટે.થી ગણેશ ઉત્‍સવ શરૂઃ ગણપતિ સ્‍થાપનનો લ્‍હાવો લેવા વિશાળ સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડયાઃ ગણેશ વિસર્જન ૨૩ સપ્‍ટે. રવિવારે

(દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ૨૦૦૬ ફોર્ટ આર્ગીલ રોડ, બ્‍લુમિંગ ડેલ, જ્‍યોર્જિયા મુકામે ૧૩ સપ્‍ટે. ૨૦૧૮થી ગણેશ ઉત્‍સવની ઉજવણી શરૂ થઇ ગઇ છે. જે અંતર્ગત સાંજે પાંચ વાગ્‍યે ગણેશ સ્‍થાપન કરાયુ હતું.

SGVP ગુરૂકુલ USA, શ્રી સ્‍વામિનારાયણ સનાતન ટેમ્‍પલ સવપન્‍નાહ તથા યોગા, એજ્‍યુકેશન એન્‍ડ કલ્‍ચર સેન્‍ટરના સહયોગ સાથે શ્રી ધર્મજીવન મિશન ટ્રસ્‍ટ USAના ઉપક્રમે ઉજવાઇ રહેલા ઉત્‍સવ અંતર્ગત ગણેશ વિસર્જન ૨૩ સપ્‍ટે.૨૦૧૮ રવિવારના રોજ સાંજે પાંચ કલાકથી થશે.

દૈનંદિન આરતીનો સમય સાંજે સાત વાગ્‍યાનો રહેશે. છેલ્લા દિવસે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

ગુરૂવર્ય શાષાીશ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી ઉજવાઇ રહેલા આ ઉત્‍સવમાં ગણપતિ સ્‍થાપન પ્રસંગે વિશાળ સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડયા હતા. તથા ગણેશ સ્‍થાપનનો લહાવો લીધો હતો. ઉત્‍સવ અંગે વિશેષ માહિતી માટે પૂજ્‍ય વેદાંતસ્‍વરૂપદાસજી સ્‍વામીના મો.નં. +1-912-438-3141 અથવા શ્રી ગૌતમભાઇ પટેલનો કોન્‍ટેક્‍ટ નં. +1-912-656-7169 દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(11:22 pm IST)
  • અમરેલી : ધારી ગીરપૂર્વ વિસ્તારમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહો ના મોત:6 સિંહબાળ સહિત 11 સિંહોના મોતથી વનવિભાગ પણ ચિંતામાં :તમામ સિંહોના મોતનુ કારણ અલગ અલગ: ઈન્ફાઈટ તેમજ ઇન્ફેક્શનના કારણે મોતની સત્તાવાર જાહેરાત કરતુ વનવિભાગ.:વનવિભાગની ટીમ દ્વારા ગીરના સિંહોનુ અવલોકન શરૂ કરવામાં આવ્યુ:સિંહોના મોતથી સમગ્ર જીલ્લામાં અરેરાટી વ્યાપી access_time 10:52 pm IST

  • રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ૨૨મીએ અમદાવાદની મુલાકાતે access_time 3:18 pm IST

  • નાની બચત યોજનાના વ્યાજ દર વધ્યા : પીપીએફ- એનએસસી ઉપર ૮ ટકા જયારે કેવીપી ઉપર ૭.૭ ટકા વ્યાજ મળશેઃ સુકન્યા સમુધ્ધિ યોજનામાં ૮.૫ ટકા વ્યાજ મળશેઃ પીપીએફ તથા એનએસસી પર વ્યાજનો દર ૭.૬ ટકાથી વધારી ૮ ટકા કરાયોઃ ૧ ઓકટોબર થી ૩૧ ડિસેમ્બર સુધીમાં રોકાણ કરનારને મળશે લાભ access_time 1:37 pm IST