Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

‘‘જય શ્રીરામ, જય હનુમાન'': વિશ્વ મંગલ સુંદરકાંડ ૨૦૧૮: યુ.એસ.ના શિકાગોમાં ૧૧ સપ્‍ટેં.ના રોજ યોજાયેલ પ્રોગ્રામથી ૬૦૦ ઉપરાંત ભાવિકો ભાવવિભોર

શિકાગોઃ યુ.એસ.ના શિકાગોમાં ૨૦૦૭ની સાલમાં સુશ્રી સ્‍મિતા તથા શ્રી સુર્યકાંત ખાયેકર સ્‍થાપિત શ્રી ઉપાસના USAના ઉપક્રમે વર્ષ દરમિયાન વિશ્વ મંગલ માટે કરાતા સુંદરકાંડનો આખરી પડાવ ૧૧ સપ્‍ટેં.૨૦૧૮ના રોજ આશિયાના બેન્‍કવેટ ખાતે યોજાયો હતો. જેમાં ૬૦૦ ઉપરાંત ભાવિકો ઉમટી પડયા હતા.

આ દિવસે સ્‍વામી વિવેકાનંદે શિકાગો મુકામે યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં કરેલા ઉદબોધનની ૧૨૫મી વાર્ષિક જયંતિ હતી તથા ૨૦૦૧ની સાલમાં વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટર ઉપર થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને પણ આ દિવસ શ્રધ્‍ધાંજલી આપવાનો દિવસ હતો. તેથી પૂજય અજયભાઇ યાજ્ઞિકજીએ શ્રધ્‍ધાંજલી આપી સમગ્ર વિશ્વમાં શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તથા ઉપસ્‍થિત સહુ ભાવિકોએ એક મિનીટનું મૌન પાળી ૧૦૮ વખત શ્રી રામ નામનો જાપ કર્યો હતો. તેમજ બાદમાં પૂજય અજયભાઇના પ્રવચન તથા ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમણે હનુમાનજી દ્વારા લંકા ગમન, સીતા માતા સાથે મેળાપ, લંકાદહન, તથા શ્રી રામ ભગવાન પાસે પરત આવી સીતા માતા વિષે આપેલ માહિતીનું વર્ણન કર્યુ હતું.

આ પ્રસંગે શ્રી રવિ ખાપેકરએ હનુમાનજીનું પાત્ર ભજવી બાળ વાનરો સાથે પ્રવેશ કરતાં ભાવિકો ભાવ વિભોર થઇ ગયા હતા.  તથા જય શ્રીરામ, જય હનુમાનના નારા લગાવ્‍યા હતા. ૩ કલાક ચાલેલા આ સુંદરકાંડ પ્રસંગએ ઉપસ્‍થિતોને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા.

ભારતથી પધારેલા મહામંડલેશ્વર, જુના પિઠાધિશ્વર, બદ્દીકાશ્રમના સંત શ્રી સ્‍વામીશ્રી રાજરાજેશ્વરરાનંદ ગિરિજી મહારાજએ હાજર રહી આશિર્વાદ આવ્‍યા હતા. તથા સુંદરકાંડના યજમાન આશિયાના બેન્‍કવેટ હોલના શ્રી સુરીન્‍દર તથા શ્રી શશિ જૈનનું સન્‍માન કર્યુ હતું.

ટીચર ફોર ઇન્‍ડિયન કલ્‍ચર (TIC)ના ડો.પ્રેરણા આર્યએ ભારતીય કોન્‍સ્‍યુલેટ શિકાગોનું પ્રતિનિધિત્‍વ કર્યુ હતું.

સુંદરકાંડ કાર્યક્રમના આયોજન માટે ઇમેલ Upasana@Upasana.org દ્વારા અથવા સુશ્રી સ્‍મિતા ખાપેકરનો કોન્‍ટક નં.૬૩૦-૮૫૩-૭૨૯૭ દ્વારા સંપર્ક સાધી શકાય છે. તેવું શ્રી યશ દેસાઇના અહેવાલ દ્વારા શ્રી ચિંતરંજન વી.દેસાઇ ૮૪૭-૯૪૯-૪૭૦૧ની યાદીમાં જણાવાયું છે.

 

(11:21 pm IST)
  • સાબરમતીમાં ઢગલા મોઢે પ્રદુષિત પાણી ઠલવાય છે :નદીના બ્યુટીફીકેશનના કરોડો રૂપિયાના ખર્ચા ઉપર મોટો ફટકો : ચંદ્ર ભાગા પાસે સાબરમતીમાં ગટરનું પાણી છોડાઈ રહ્યાના અહેવાલો access_time 3:05 pm IST

  • ગિરીમથક સાપુતારા ખાતે ગઈકાલે ધોધમાર વરસાદ : સાપુતારા ખાતે વરસાદ પડતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ : વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 3:05 pm IST

  • પાકિસ્‍તાની સૈનિકોએ બર્બરતાની હદ વળોટી : ભારતીય જવાન ઉપર ભયાનક ક્રૂરતા આચરી : આંખો કાઢી લીધી : વીજ કરંટ આપ્‍યા અને ગોળી ધરબી દીધી : બીએસએફનો જવાન આંતરરાષ્‍ટ્રીય સરહદે ફરજ બજાવતા શહીદ થયો : નરાધમોએ ગળુ કાપી નાખ્‍યુ : હવે યુદ્ધ એ જ કલ્‍યાણ : દેશવાસીઓમાં ફાટી નીકળેલો પ્રચંડ રોષ : પાકિસ્‍તાનને જબરો સબક શીખવવા ચારેકોર ઉઠેલી માંગણી access_time 12:47 pm IST