Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

યુ.એસ.માં " અમેરિકન ગાંધી " તરીકે સુવિખ્યાત કોંગ્રેસમેન જ્હોન લેવીસનું દુઃખદ અવસાન : માનવ અધિકાર ,સમાનતા ,તથા રંગભેદ વિરુદ્ધ ન્યાય માટે જેલવાસ ભોગવ્યો હતો : 32 વર્ષ સુધી યુ.એસ.હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સમાં પ્રતિનિધિ તરીકે સેવાઓ આપી હતી

એટલાન્ટા : યુ.એસ.માં " અમેરિકન ગાંધી " તરીકે સુવિખ્યાત કોંગ્રેસમેન જ્હોન લેવીસનું દુઃખદ અવસાન થયું છે.તેઓ 80 વર્ષના હતા.અને કેન્સરથી પીડાતા હતા.શુક્વારે તેમણે ચીર વિદાય લીધી હોવાનું યુનાઇટેડ સ્ટેટ્સ હિન્દૂ એલાયન્સે સમાચાર સૂત્રોને જણાવ્યું હતું
તેઓ સતત 6 દાયકા સુધી માનવ અધિકાર ,સમાનતા ,તથા રંગભેદ વિરુદ્ધ ન્યાય માટે કાર્યરત રહ્યા હતા.તથા આ ચળવળ માટે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો.તેમણે 32 વર્ષ સુધી યુ.એસ.હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્સમાં પ્રતિનિધિ તરીકે સેવાઓ આપી હતી.યુનાઇટેડ સ્ટેટ્સ હિન્દૂ એલાયન્સે તેમને શ્રધ્ધાંજલી આપી છે.

 

(8:03 pm IST)