Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

દુબઇમાં ભારતીય દીકરીએ તોડયો યોગનો વિશ્વ વિક્રમઃ ૩.૧૮ મિનિટમાં પડકાર પૂરો કર્યો

દુબઈ, તા.૨૦: દુબઈમાં રહેતી એક ભારતીય દીકરીએ ઓછી જગ્યામાં થોડી મિનિટોમાં ૧૦૦ આસન કરી વર્લ્ડ રેકોર્ડ તોડી દીધો. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, ૧૧ વર્ષની સમૃદ્ઘિ કાલિયાએ ત્રીજી વખત વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેણીએ ૩.૧૮ મિનિટમાં આ સિધ્ધી મેળવી હતી.સમૃદ્ઘિ કાલિયાએ ગત એક મહિનાની અંદર જ બીજી વખત આ સિદ્ઘિ મેળવી છે. ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડના 'થોડી જગ્યામાં સૌથી વધુ ઝડપે યોગના ૧૦૦ આસન કરવાને લઈને સમૃદ્ઘિએ કહ્યું કે, તેની સફળતાનું કારણ કઠોર પરિશ્રમ અને દ્રઢતા છે.'૭માં ધોરણમાં ભણતી સમૃદ્ઘિએ જાણીતી બિલ્ડિંગ બુર્જ ખલીફામાં આ યોગાસન કર્યા. આ પહેલા, ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ પ્રસંગે સમૃદ્ઘિએ એક મિનિટમાં ૪૦ યોગ આસન કરી પોતાનો બીજો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.પિતા સિદ્ઘાર્થ કોલિયાએ કહ્યું કે, સમૃદ્ઘિ ૬ વર્ષની ઉંમરથી યોગ શીખી રહી છે. આ ક્ષેત્રમાં તેનો રસ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્પર્ધામાં પણ જીત મેળવવામાં મદદરૂપ બની રહ્યો છે.

(3:12 pm IST)